સુરત : વરાછા વિસ્તારમાં આવેલા મીરા નગરમાં ગેરકાયદે કારખાના ચાલી રહ્યા હોવાની ફરિયાદ ઉઠી છે. જેથી આજે મીરા નગરની મહિલાઓનો મોરચો મનપા વરાછા ઝોન ઓફિસ પર પહોંચ્યા હતો. અને થાળીઓ વગાડી ન્યાય આપોના નારા લગાવ્યા હતા. અને કોમર્શિયલ હટાવવા માંગ કરી વિરોધ નોંધાવ્યો હતો.
વરાછા વિસ્તારમાં આવેલી મીરા નગર સોસાયટીમાં ગેરકાયદે શરૂ થયેલા કારખાનાનો વિરોધ કરવા સોસાયટીની મહિલાઓ મનપા વરાછા ઝોન ઓફિસ પહોંચી હતી.જ્યા થાળીઓ વગાડી વિરોધ નોંધાવ્યો હતો. રહેણાંક વિસ્તારમાં કારખાના બંધ કરો, ન્યાય આપો…ન્યાય આપોના બેનરો સાથે નારાઓ લગાવી વિરોધ નોંધાવ્યો હતો. અને રહેણાંક વિસ્તારમાંથી કોમર્શિયલ હટાવવા માંગ કરી હતી. સ્થાનિકોને રહેવાની મુશ્કેલી પડી રહી હોવાની રજૂઆત કરવામાં આવી હતી.