સુરત ક્રાઇમ બ્રાન્ચે ચોરીના મોબાઇલ સાથે એક આરોપીની ધરપકડ કરી છે…..જો કે આ આરોપી કોઈ સામાન્ય વ્યક્તિ નહીં પરંતુ સુરત શહેર લીંબાયત વિધાનસભા યુથ કોંગ્રેસનો મહામંત્રી છે.

પોલીસ મથકમાં ઉભેલ આ આરોપીની નામ છે કાદિર ઉર્ફે બબલુ મંજુર શેખ.જે સુરતના લીંબાયત સ્થિત મીઠીખાડી વિસ્તારમાં આવેલ બેઠી કોલોનીમાં રહે છે…એટલું જ નહીં કાદિર શેખ ચોરીના મોબાઇલ સાથે પોલીસના ઝપટે ચઢી ગયો છે.સુરત ક્રાઈમ બ્રાન્ચનો સ્ટાફ બુધવારના રોજ લીંબાયત સ્થિત કમરુનગર ખાતે વનઉકેલાયેલા ગુના શોધવા પેટ્રોલીંગ માં હતો.જે દરમ્યાન મળેલ બાતમીના આધારે કાદિર શેખ નામના ઇસમની ચોરીના મોબાઈલ સાથે ધરપકડ કરી હતી.પોલીસે મોબાઈલ અંગે પુછતાછ કરતા ચોરીનો હોવાની કબૂલાત કરી હતી.વર્ષ 2016 માં ઉમરા પોલીસ મથકમાં મોબાઈલ ચોરીની ફરિયાદ નોંધાઇ હતી.જે દરમ્યાન મોબાઈલ ચોરીના આ ગુનામાં આરોપીની ધરપકડ કરાઈ છે…જો કે આરોપી સુરત શહેર લીંબાયત વિધાનસભા યુથ કોંગ્રેસનો મહામંત્રી હોવાના સામે આવતા કોંગ્રેસની છબી ને પણ મોટી ઠેસ પોહચી છે.આરોપી કાદિર શેખ કોંગ્રેસના મોટા નેતાઓ સાથે પણ ફોટો સેસન સહિત સેલ્ફીની માણી ચુક્યો છે….ચોરીના મોબાઈલ સાથે ઝડપાયેલ આરોપીને લઈ અન્ય રાજકીય પાર્ટીઓમાં પણ ચર્ચાઓનો દૌર શરૂ થયો છે.ત્યારે સુરત શહેર કોંગ્રેસ આવા હોદેદારો ને પાર્ટી માં રાખે છે કે પછી હકાલપટ્ટી કરે છે તેવો ગણગણાટ હાલ શહેરના અન્ય રાજકીય પાર્ટીમાં ચાલી રહ્યો છે.