કાનપુરના લક્ષ્મીપત સિંઘાનિયા ઇંસ્ટીટ્યૂટ ઓફ કાર્ડિયોલોજીના ડોક્ટરોએ આ તપાસની શરૂઆત કરી છે. અત્યાર સુધી હાર્ટ અટેકની શંકા હોવા બાબતે તપાસ કરવા માટે ECG સિવાય લોહીમાં કાર્ડિયક ટ્રોપોનિનની તપાસ થતી હતી. ટ્રોપોનિનનું સ્તર ઓછું રહેવા પર હાર્ટ એટેકની સંભાવના ઓછી માનવામાં આવતી હતી પરંતુ રિસર્ચ બતાવે છે કે આ પદ્ધતિ યોગ્ય નથી. બી ટાઈપ નેટ્રીયૂરેક્ટિક પેપ્ટાઈડ એટલે કે બીએનપી તપાસની સુવિધા અત્યાર સુધી સંસ્થાઓમા ઉપલબ્ધ નહોતી. દર્દીને હાર્ટ અથવા ધમનીઓમાં બ્લોકેજ છે ? પહેલા ક્યારે પણ હાર્ટ એટેકે આવ્યો હતો તેની તપાસ માટે ટ્રોપ-ટી તપાસ સુવિધા થતી હતી પરંતુ તેનાથી હાર્ટ ફેલ્યોરની કેવી ગતિ છે તેનો ખ્યાલ આવતો નહોતો ત્યારે દર્દીઓને પ્રાઈવેટ પેથોલોજીનું શરણ લેવું પડતું હતું જ્યાં BNP જેવી તપાસથી તેના વિશે માહિતી મેળવવામાં આવતી હતી. મુખ્ય બાબત એ છે કે આ તમામ તપાસ કિટ નહિ પરંતુ હાઈટેક મશીનોથી કરવામાં આવશે. જેનાથી સંક્રમણનું સ્તર બહુ જલ્દી ધ્યાનમાં આવશે. હદયની ધમનીઓ અને માંસપેશિયોમાં નબળાઈના લીધે તેમજ ઉંમર વધવા સાથે નબળાઈ આવતા એટેકની સંભાવના વધે છે. સિગરેટ, ગુટખા અને શરાબનું સેવન કરનારાઓ પર એટેકનો ખતરો સૌથી વધુ રહેતો હોય છે.


Satya Day News
Satya Media Group was founded on 25th January 2005 with a vision to be a pioneer in Gujarati Media Fraternity to cater to news which are original and authentic along with the fearless voice of Gujarati People. We are an unbiased and most acclaimed media house. Satya Day has been Leading Gujarati News Portal since 2005.