ચાબહાર-જાહીદાન રેલવે પ્રોજેકટમાંથી ભારતના બહાર થવાના સમાચાર આવ્યા બાદ હવે ઇરાનના વધુ એક મોટી પરિયોજનામાં એકલું આગળ વધી શકે છે. આ પ્રોજેકટ ગેસ ફિલ્ડ ફારજાદ-બી બ્લોકના વિકાસને લઈને છે,
વિદેશ મંત્રાલયના પ્રવકતા અનુરાગ શ્રીવાસ્તવએ પ્રેસ બ્રિફિંગ દરમ્યાન જણાવ્યું હતું કે ભારતને સૂચના આપવામાં આવી છે કે હાલ તે ગેસ ફીલને એકલા જ વિકસિત કરવા જઈ રહ્યું છે. ઈરાને જણાવ્યું છે કે ભારત આ પરિયોજનામાં પછીથી સામેલ થઇ શકે છે.
વિદેશ મંત્રાલયના પ્રવકતાએ જણાવ્યું છે કે ફરજાદ-બી ગેસ ફિલ્ડ કરારને લઈને પણ ઘણા સમાચારો ચાલી રહ્યા છે, એમાં એકસ્પ્લોરેશન સ્ટેજમાં ભારતની ONGC કંપની પણ સામેલ હતી. જોકે, ઈરાન તરફથી નીતિગત પરિવર્તનો કરતા દ્વિપક્ષીય સહયોગ પર અસર પડ્યો છે. જાન્યુઆરી ૨૦૨૦માં અમને જણાવવામાં આવ્યું હતું કે ભવિષ્યમાં ઈરાન પોતાની રીતે જ આ ગેસફિલ્ડનો વિકાસ કરશે અને તે ત્યારબાદના તબક્કામાં ભારતનો સહયોગ ઈચ્છે છે. આ મુદ્દે હાલ ચર્ચા ચાલી રહી છે.
ભારતે વર્ષ ૨૦૦૯ થી જ ગેસ ફિલ્ડનો કોન્ટ્રાકટ મેળવવા માટે પ્રયાસો શરૂ કર્યા હતા. ફરઝાદ-બી બ્લોકમાં ૨૧.૬ ટ્રિલિયન કયુબિક ફુટ ગેસનો ભંડાર છે. રિપોર્ટ્સ મુજબ, ફરઝાદ-બી બ્લોક ડેવલપમેન્ટ જે પહેલા ઈરાન અને ONGC વિદેશનું સંયુકત સાહસ હતું.