લંડન : બ્રિટનની મહારાણી એલિઝાબેથ દ્વિતિયને મળનાર વેતનમાં આશ્ચર્યજનક વધારો થયો છે. એક રિપોર્ટ અનુસાર કોમનવેલ્થ પ્રમુખ મહારાણી એલિઝાબેથનાં વેતનમાં મોટા પ્રમાણમાં આશ્ચર્યજનક રીતે વધારો થયો છે કારણ કે આ વર્ષે મહારાણીનો મહેલ બકિંધમ પેલેસમાં કેટલુક સમારકામ થવાનું છે. જેના માટે તેમને એખ વર્ષમાં તેમને લગભગ 97 મિલિયન ડોલર આપવામાં આવનાર છે, જો ગત્ત વર્ષે 2016માં તેમને મળેલા 54.6 મિલિયન ડોલરથી 78 ટકાથી વધારે છે.
આગામી 10 વર્ષો સુધી વધારો થવાની આશા છે. તેનું મુખ્ય કારણ એલિઝાબેથ દ્વિતિયનાં પેલેસની પરિસ્થિતી ખરાબ છે. રોયલ એકાઉન્ટ અનુસાર એલિઝાબેથ પેલેસને નવુ સ્વરૂપ આપવા માટે 60 વર્ષ સુધી તેની વાયરિંગ અને પાઇપોને બદલવાનાં છે. આર્થિક વર્ષ 2016-17માં તેનું બજેટ લગભગ 72 મિલિયન ડોલર રખાયું છે. જેમાં રાજ્યનો ખર્ચ 54 મિલિયન ડોલર છે જ્યારે 18 મિલિયન ડોલરની વ્યવસ્થા સ્વયં મહેલને પોતાને કરવાની હતી.
નોંધનીય છે કે મહારાણીની રાજકીય આવકનો મુખ્ય સ્ત્રોત રિયલ એસ્ટેટ, ખેતર, વિંડરસર ગ્રેટ પાર્ક, એસ્કોટ રેસ્કોર્ટ છે. જો કે સૌથી વધારે વેપાર આવાસીય સંપત્તિ, વ્યાવસાયિક કાર્યાલયો, દુકાનો, વ્યાપારિક સ્થળો અને છુટક પાર્કોનો છે. લંડનમાં વેસ્ટ એન્ડ રેજેન્ટ સ્ટ્રીટ લગભગ સુપુર્ણ રીતે તેમની છે.