મહિલાઓની છેડતીના બનાવો અમદાવાદમાં વધી રહ્યા છે, ગામતીપુરમાં શ્રમજીવી મહિલા સ્નાન કરતી હતી ત્યારે પડોશમાં રહેતો યુવક તેના ધાબા પરથી ફોટા પાડતો હતો. આ ઘટના અંગે મહિલાએ ઠપકો આપતાં પિતા-પુત્ર સહિત ચાર શખ્સોએ મહિલાના પરિવારજનો પર ઘાતક હુમલો કર્યો હતો. ગોમતીપુરમાં રહેતી શ્રમજીવી મહિલા ગઇકાલે સવારે પોતાના ઘરે દોરી ઉપર કપડું બાંધીને સ્નાન કરતી હતી આ વખતે પડોશમાં રહેતો વિજય ચાવડા નામનો યુવક પોતાના ઘરના ધાબા પરથી મોબાઇલમાં મહિલાના ફોટા પાડતો હતો, અચાનક મહિલાની નજર પડતાં તેણી ગાળો બોલતા યુવક ત્યાંથી ભાગી ગયો હતો. ત્યારબાદ મહિલાએ યુવકના પિતાને આ બાબતની જાણ કરીને પુત્રને ઠપકો આપવાનું કહેતા પિતા અને ત્રણ પુત્રોએ મહિલા સાથે તકરાર કરી હતી અને ફરિયાદી મહિલા તથા તેની બહેન સાથે મારામારી કરી હતી અને જીતેન્દ્ર નામનો શખ્સ ધારીયું લઇને આવ્યો હતો ફરિયાદીની બહેનને માથામાં મારવા જતાં હાથ આડો કરતાં હાથના ભાગે ગંભીર ઇજા થઇ હતી.


Satya Day News
Satya Media Group was founded on 25th January 2005 with a vision to be a pioneer in Gujarati Media Fraternity to cater to news which are original and authentic along with the fearless voice of Gujarati People. We are an unbiased and most acclaimed media house. Satya Day has been Leading Gujarati News Portal since 2005.