અમદાવાદ :રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી કેટલા જિલ્લામાં ભારે વરસાદથી ચારજળાશયોને હાઇએલર્ટ પર મુકાયા છે જયારે અન્ય ચાર જળાશયોમાં એલર્ટ જાહેર થયા છે રાજયના ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ રાજ્યમાં વ્યાપક વરસાદને કારણે રાજયના ૨૦૩ જળાશયો પૈકી ૦૪ જળાશયો હાઇ એલર્ટ તેમજ ૦૪ જળાશયો એલર્ટ જાહેર કરાયા છે. રાજ્યના ૨૦૩ જળાશયોની પાણી સંગ્રહની ક્ષમતા કુલ ૧૫૭૭૦.૩૯ મિલિયન કયુબીક મીટર પૈકી હાલમાં ૪૯૮૬.૩૭ મિલિયન કયુબીક મીટર પાણીનો સંગ્રહ થયો છે.
ગુજરાત રાજયમાં સાર્વત્રિક જોરદાર અને મુશળધાર વરસાદને પગલે રાજયના જળાશયોની સ્થિતિ પણ નોંધપાત્ર રીતે સુધરી ગઇ છે. ભારેથી અતિભારે વરસાદ અને ઉપરવાસના ભારે વરસાદના કારણે રાજયના જળાશયોમાં નવા નીરની ભરપૂર આવક થતાં તમામ જળાશયો ૯૦થી વધુ ભરાઇ ગયા છે. જેને પગલે રાજયના ચાર જળાશયોને હાઇએલર્ટ પર અને ચાર માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હજુ ૪૮ કલાક સુધી રાજયભરમાં ભારે વરસાદની આગાહી હોઇ ઉપરવાસના વરસાદના કારણે રાજયના જળાશયોમાં પાણીની આવક અને વધુ નવા નીરની પ્રબળ શકયતા છે. રાજયના ૨૦૪ જળાશયોમાં છેલ્લા ત્રણ દિવસમાં વરસાદી નીરની નોંધપાત્ર આવક થઇ છે અને તેમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. રાજયના ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા પ્રાપ્ત અહેવાલ મુજબ, આજે સવારે આઠ વાગ્યા સુધીની સ્થિતિએ રાજયના ૨૦૪ જળાશયો પૈેકી ચાર જળાશયો હાઇએલર્ટ અને ચાર જળાશયોના એલર્ટ જાહેર કરાયા છે. રાજયના ૨૦૪ જળાશયોમાં પાણીની કુલ સંગ્રહક્ષમતા ૧૫૭૭૦.૩૯ મીલીયન કયુબીક મીટર સામે હાલમાં ૪૯૮૬.૩૭ મીલીયન કયુબીક મીટર પાણીનો સંગ્રહ થયો છે. જેને પગલે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજના સરદાર સરોવર ડેમ ૧૧૫.૦૨ મીટરથી ઉપરની સપાટીએ વહી રહ્યો છે. રાજયના તમામ જળાશયોમાં વરસાદી નીરની ભરપૂર આવકને પગલે જળાશયો ૯૦ ટકાથી વધુ ભરાઇ ગયા છે. જેને લઇ તંત્ર પણ એલર્ટ થઇ ગયું છે. ખાસ કરીને કચ્છ જિલ્લાના ફતેહગઢ, મોરબી જિલ્લાના ડેમી-૩, રાજકોટ જિલ્લાના ખોડાપીપર અને સુરેન્દ્રનગર જિલ્લાના ધોળીધજા એમ કુલ ચાર જળાશયો માટે હાઇએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જયારે ભરૃચ જિલ્લાના ધોલી, જામનગર જિલ્લાના ઉન્ડ-૨, મોરબી જિલ્લાના મચ્છુ-૨ અને ડેમી-૨ એમ મળી કુલ ચાર જળાશયોને એલર્ટ પર મૂકાયા છે. તો, મોરબી જિલ્લાના ઘોડાધ્રોઇ જળાશય માટે પણ ચેતવણી જારી કરાઇ છે. ગઇકાલે વરસાદી નીરની ભરપૂર અને અસાધારણ આવકને પગલે સૌરાષ્ટ્ર-કચ્છના ત્રણથી વધુ ડેમો તો છલકાયા હતા અને ઓવરફલો થઇ જતાં આસપાસના ગામો અને વિસ્તારોના લોકોને સલામત સ્થળે ખસેડાયા છે. બનાસકાંઠાના દાંતીવાડા ડેમ, પાટણના સરસ્વતી જળાશય, મોરબીનો મચ્છુ-૨ સહિતના રાજયના તમામ જળાશયોમાં ઉપરવાસના ભારે વરસાદના કારણે પાણી અને વરસાદી નીરની ભૂરપર આવક થઇ છે. મચ્છુ ડેમમાં તો એક જ દિવસમાં ૬૦ પાણી આવતાં તે ઓવરફલોની તૈયારીમાં છે. રાજયના જળાશયોની વરસાદી નીરની આવકની સ્થિતિ જોઇને રાજય સરકાર દ્વારા તંત્ર અને સંબંધિત સત્તાવાળાઓને એલર્ટ પર રખાયા છે. સાથે સાથે ડેમોની આસપાસના ગામો અને વિસ્તારોના લોકોને પણ સાબદા કરી દેવાયા છે.