પ્રતિનિધિ:પારડી.
પારડી શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં 39 હજારથી વધુ વીજ ગ્રાહકો હોવા છતા ચાલુ વર્ષે સૌથી વધારે લોકોએ વીજ ધાંધીયાનો સામનો કરવો પડી રહ્યો છે. સતત વીજ ડૂલ થવાની ફરિયાદ ઉઠી રહી છે ગ્રાહકોના ફોનો પણ જવાબદાર અધિકારીઑ ઉપા ડતા ન હોવાથી વ્યાપક ફરિયાદ ઉઠી છે. જોકે એક કંપનીને વીજ પુરવઠો વધારે પૂરો પડાતા આ સ્થિતિ ઉદ્ભવી હોવાની ચર્ચાઑ ચાલી રહી છે.ઉપરાંત પારડીમાં રોજના વીજળીની સમસ્યાનું કારણ પારડી ભેંસલાપાડા પાસે આવેલ જ્યોતિ પ્લાસ્ટિક કંપની માં કેબલ બ્રેક થયેલ જેનું બદલવાની કામગીરી બાદ વીજ પુરવઠો નિયમિત રહેશે હોવાનું જી.ઈ.બી. ના અધિકારીઓ જણાવી રહ્યા છે. ત્યારે પારડી ની જનતા વીજ થી વંચિત રહી છે. હજાર વીજ ગ્રાહકો છતા પારડીમાં રોજ વીજળીની સમસ્યા વરસાદ પડતાની સાથે જ વીજ પુરવઠો ખોરવાતા ગ્રાહકોનો ફોન ન ઉઠાવી વીજ અધિકારીઓ સામે ગ્રાહકોમાં રોષ વીજના ત્રાસથી ગ્રાહકોએ કંટાળીને ઈન્વેટર ખરીદી કરવાની ફરજ પડી. ખાસ કરી ને વીજ ગ્રાહકોના ફોન જવાબદાર અધિકારીઑ દ્રારા ફોન ન ઉપાડાતા ગ્રાહકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે.