[highlight]સુપ્રિમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે માંગ્યો બે સપ્તાહનો સમયઃ જે લોકો વ્યાજબી કારણોસર જમા નથી કરાવી શકય, સરકાર તેમની સંપત્તિ છીનવી ન શકે : સુપ્રિમનો સવાલ… જેલમાં હોય તે વ્યકિત કઇ રીતે પૈસા જમા કરાવેઃ યોગ્ય કારણ વાળા લોકોને એક તક ન અપાય તો તેને ગંભીર મુદ્દો ગણવામાં આવશે : એક મહિલાએ રીટ કરી છે કે પોતે હોસ્પિટલમાં હતી, ડીલીવરી આવેલ, તેથી નોટ જમા કરાવી શકેલ નહિં : ૧૮મીએ વિશેષ સુનાવણી[/highlight]
નવી દિલ્હી તા. ૪ : જો તમે કોઇ યોગ્ય કારણોસર ૩૦મી જૂન સુધીમાં ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની જૂની નોટ બેન્કમાં જમા કરાવી શકયા નથી તો તમને વધુ એક તક મળી શકે છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ)ને પૂછયું કે લોકો નોટબંધી દરમ્યાન અપાયેલા સમયગાળામાં જૂની નોટ જમા નથી કરાવી શકયા તો તેના માટે કોઇ વિન્ડો કેમ ના હોઇ શકે? કોર્ટે કહ્યું કે જે લોકો યોગ્ય કારણોસર રૂપિયા બેન્કમાં જમા નથી કરાવી શકયા તેમની સંપત્ત્િ। સરકાર આ રીતે છીનવી શકે નહીં. સાથો સાથ કોર્ટે કહ્યું કે જે લોકોની પાસે જૂની નોટો જમા કરાવાનું સાચું કારણ છે તેને એક તક આપવી જોઇએ.
એક મહિલાએ કરેલ અરજી પર સુનવણી કરતાં સમયે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું કે જો યોગ્ય કારણવાળા લોકોને વધુ એક તક ના મળે તો આ ગંભીર મુદ્દો મનાશે. દેશની સર્વોચ્ચ અદાલતે પ્રશ્ન કર્યો કે જો રૂપિયા જમા કરાવાની સમય મર્યાદામાં જો કોઇ જેલમાં રહ્યું હશે, તો તેઓએ કંઇ રીતે પૈસા જમા કરાવે? કોર્ટે કહ્યું કે આવી સ્થિતિને સમજતા સરકારે આવા લોકો માટે કોઇને કોઇ વિન્ડો જરૂર આપવી જોઇએ.
સુપ્રીમ કોર્ટની આ ટિપ્પણીઓ પર કેન્દ્ર સરકારે જવાબ આપવા માટે બે સપ્તાહનો સમય માંગ્યો. સુપ્રીમ કોર્ટ એક મહિલાની પીટિશન પર સુનવણી કરી રહ્યું છે જેમાં તેને કહ્યું હતું કે તેઓ નોટબંધીના સમયે હોસ્પિટલમાં હતા અને તેણે બાળકને જન્મ આપ્યો હતો. તેના લીધે નક્કી સમયમર્યાદામાં જૂની નોટો જમા કરાવી શકી નહીં. આની પહેલાં ૨૧મી માર્ચના રોજ કોર્ટે કહ્યું હતું કે જે લોકોએ ૩૦મી ડિસેમ્બર સુધીમાં જૂની નોટો જમા નથી કરાવી, તેમને એક વિન્ડો આપવી જોઇએ. ઉલ્લેખનીય છે કે સરકારે ૮ નવેમ્બરથી ૩૦ ડિસેમ્બર સુધી જ જૂની નોટો જમા કરાવાની તક આપી હતી.જે લોકો નોટબંધી દરમિયાન આપવામાં આવેલા સમયમાં નોટ જમા નથી કરાવી શકયા તેમને કોઈ વિન્ડો કેમ આપવામાં આવતી નથી? જે લોકો સાચા કારણથી બેન્કમાં જૂની નોટ જમા નથી કરી શકયા તેમની સંપત્ત્િ। સરકાર આ પ્રમાણે ન છીનવી શકે. જે લોકો પાસે સાચું કારણ હોય તેમની જૂની નોટ જમા કરવાનો મોકો આપવો જોઈએ. જો આ મોકો આપવામાં નહીં આવે તો તે એક ગંભીર મુદ્દો છે.
CJI ખેરે જણાવ્યું કે, જો કોઈ જેલમાં હોય તો તે કેવી રીતે પૈસા જમા કરાવે. સરકારે આવા લોકોને કોઈને કોઈ જગ્યાએ એક વિન્ડો આપવી જોઈએ.