બેંગલુરૂ: કર્ણાટક સરકાર પોતાના ‘Elevate Programme ’ અંતર્ગત 100 ચુનંદા સ્ટાર્ટ-અપ આઇડિયાઝ્ને લગભગ 400 કરોડ રૂ.નું ભંડોળ પૂરું પાડીને તેમને ડેવલપ કરશે. રાજ્યનાં IT મિનિસ્ટર પ્રિયંક ખર્ગેએ જણાવ્યું કે દેશમાં આ પ્રકારનો પ્રથમ અભિગમ છે, જેમાં રાજ્ય સરકાર આ પગલું ભરશે. આ કાર્યક્રમમાં નાસ્કોમ પ્રોડક્ટનાં ચેરમેન રવિ ગુરુરાજ અને અન્ય બિઝનેસ માંધાતાઓ હાજર રહેશે.
સિલેક્ટેડ સ્ટાર્ટઅપને ફંડિંગ ઉપરાંત આઇડિયા વેલિડેશન, ઇન્ક્યુબેશન ફેસિલિટીઝ અને ઇન-ડેપ્થ સેશન પણ પૂરાં પાડવામાં આવશે. સાથે જ કર્ણાટક સરકાર મૈસુરુ, હુબલી, મેંગલુરુ અને કાલાબુર્ગીમાં સ્ટાર્ટઅપ હાઉસીસ ખોલશે. આ માટેનાં રજિસ્ટ્રેશન 18 જુલાઇ સુધી સ્વીકારાશે, તેમ પ્રિયંક ખર્ગેએ જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં કર્ણાટક સરકારે 46 સ્ટાર્ટઅપને 15.68 કરોડ રૂ.નું ભંડોળ પૂરું પાડ્યું છે.