નવી દિલ્હી : ઇંગ્લેન્ડ સામેની ત્રણ મેચની વનડે સિરીઝ પહેલા એજેસ બાઉલ (સાઉથેમ્પ્ટન) ના ખાલી સ્ટેડિયમમાં ક્રીમ રંગની સીટ (બેઠકો) પાછળ હોવાને કારણે સફેદ બોલ જોવાને લઈને આયર્લેન્ડે ચિંતા વ્યક્ત કરી છે. શ્રેણીની ત્રણ મેચ જૈવિક રીતે સુરક્ષિત વાતાવરણમાં ખાલી સ્ટેડિયમમાં રમવામાં આવશે, જે 30 જુલાઈ અને 1 તેમજ 4 ઓગસ્ટે યોજાશે.
આયર્લેન્ડના મુખ્ય કોચ ગ્રેહામ ફોર્ડે ટીમના પોતાના ખેલાડીઓ વચ્ચેની પ્રેક્ટિસ મેચ બાદ આ અંગે ચિંતા વ્યક્ત કરી હતી કારણ કે સ્ટેડિયમમાં હળવા રંગની સીટોને કારણે ખેલાડીઓને સફેદ બોલ જોવામાં મુશ્કેલી પડી રહી હતી. “વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સમાં” ફોર્ડે કહ્યું, “બેકગ્રાઉન્ડ વિશે થોડી ચિંતા છે.”
તેમણે કહ્યું, “સ્ટેડિયમની બેઠકો ક્રીમ રંગની કે સફેદ છે અને બોલ પણ સફેદ હોય અને સ્ટેડિયમ ખાલી હોય જેથી બેકગ્રાઉન્ડ ક્ષેત્ર માટે પડકારરૂપ બની શકે.” ઇંગ્લેંડ અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે હાલના વિઝ્ડન કપમાં પ્રથમ આ મહિનાની શરૂઆતમાં આ જ સ્ટેડિયમ ખાતે ટેસ્ટ રમવામાં આવી હતી. જો કે, લાલ દડાથી ખેલાડીઓને જોવામાં કોઈ તકલીફ થઇ નહોતી.