હેલ્થ એક્સપર્ટ્સે આ સંક્રમણથી બચવા અને પોતાની ઇમ્યુનિટી વધારવા માટે ઘરેલૂ નુસ્ખા અપનાવવા અને હેલ્ધી ડાયટ લેવાની સલાહ શું આપી કે લોકો તેનો ઓવર ડોઝ લેવા લાગ્યા. તેનાથી અન્ય સમસ્યાઓ વધવા લાગી છે. કોરોના વાયરસથી બચવા માટે મોટાભાગના લોકો હેલ્થ એક્સપર્ટ્સ અને આયુષ મંત્રાલય દ્વારા આપવામાં આવેલા સૂચનો અને પરંપરાગત સ્વાસ્થ્ય વર્ધક વિધીઓ અપનાવી રહ્યાં છે. જે ભારતીય રસોડા સાથે સંબંધિત છે અને ભારતીય જન-જીવનનો હિસ્સો છે. આ વિધિઓ ખૂબ જ લાભકારક હોય છે અને સદીઓથી આપણા દેશમાં આ નુસ્ખાઓ અપનાવીને સીઝનલ બિમારીઓથી બચવાનું ચલણ છે.
મહામારીઓ અને સંક્રમણ દરમિયાન પણ રોગ પ્રતિરોધક ક્ષમતા વધરાવા માટે આ દેશી નુસ્ખાનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ જરૂરિયાતથી વધુ કોઇપણ વસ્તુનો ઉપયોગ કરવાથી તેની આડઅસર જરૂર જોવા મળે છે. આ જ આજકાલ આપણા દેશમાં જોવા મળી રહ્યું છે…
શું આવી રહી છે સમસ્યા
ગત 30 વર્ષથી હોમિયોપેથી દ્વારા દર્દીઓની સારવાર કરી રહેલા ડોક્ટર ચરનજીત સિંહ આ વિશે કહે છે કે જો ભૂખથી વધુ ભોજન કરવામાં આવે તો તે પણ નુકસાનકારક છે. તેવી જ રીતે જો ઘરેલૂ નુસ્ખાનું પાલન કરતાં મસાલાનો વધુ ઉપયોગ કરશો તો સમસ્યા આવશે.
ભારે પડી શકે છે મસાલાનો ઓવર ડોઝ
ડોક્ટર સિંહે વધુમાં જણાવ્યું કે મરી, હળદર, આદુ, અજમો, મેથી, તુલસી, લવિંગ, ઉકાળો જેવી વસ્તુઓ જો સંતુલિત માત્રામાં દરરોજ લેવામાં આવે તો તેની કોઇ આડઅસર થતી નથી. પરંતુ આપણુ આપણુ શરીર સ્વસ્થ બને છે. જ્યારે આજના સમયમાં લોકોએ કોરોના સંક્રમણથી બચવા અને રોગપ્રતિકારક ક્ષમતા વધારવા માટે એકાએક રસોડામાં રહેલા આ મસાલાનું સેવન જરૂરિયાત કરતાં વધુ કરવાનું શરૂ કરી દીધું છે. જેથી અન્ય શારિરીક અને માનસિક સમસ્યા થવા લાગી છે.
લોકો સામે ઉભી થઇ રહી છે સમસ્યાઓ
ડોક્ટર ચરનજીત સિંહે જણાવ્યું કે આ સમયે જે દર્દીઓ આવી રહ્યાં છે, તેમાં ઘરેલૂ નુસ્ખા અપનાવવાના કારણે ઘણા વધુ મસાલાનો ઉપયોગ કરનારા અને વધુ માત્રામાં વિટામિન્સના ટેબલેટ લેનારા દર્દીઓ સામેલ છે. આવા દર્દીઓમાં સામાન્ય રીતે દરેક સમયે ગળામાં ખરાશ, શુષ્કતાના કારણે ખાંસી, એસિડીટી, છાતીમાં બળતરાની સમસ્યા અને ચિડચિડિયાપણુ અથવા મૂડ સ્વિંગ્સની સમસ્યા જોવા મળી રહી છે.
ફાયદાની જગ્યાએ થઇ રહ્યું છે નુકસાન
ડોક્ટર સિંહે કહ્યું કે લીંબુ આપણા શરીરની ઇમ્યુનિટી વધારવામાં અને આપણને અનેક પ્રકારના સંક્રમણોથી બચાવવામાં લાભકારક છે. પરંતુ કોરોના સંક્રમણથી બચવા માટે અને વિટામીન સીની પ્રાપ્તિ માટે લોકો વધુ માત્રામાં લીંબૂનું સેવન કરી રહ્યાં છે આ કારણે તેમને માથાનો દુખાવો, ડલનેસ, ગળા સાથે સંબંધિત સમસ્યા, તાવ જેવુ લાગવુ, ગેસ્ટ્રિક ઇશ્યુ જેવી સમસ્યાઓ આવી રહી છે.
સમાધાન અને નિદાન
ડોક્ટર સિંહ કહે છે કે જે લોકોને ઘરેલૂ નુસ્ખાના કારણે ગરમ વસ્તુઓનું વધુ સેવન કરવાના કારણે સમસ્યા થઇ રહી છે. જેની સમસ્યા સામાન્ય રીતે તેનું સેવન ઓછુ કરવા અથવા સંતુલિત માત્રામાં તેનું સેવન કરવા પર ઠીક થઇ જાય છે. જેમને વધુ સમસ્યા છે તેમને અમે તેમની સ્થિતિના આધારે સારવાર આપી રહ્યાં છે.