મુંબઈ : બોલીવુડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. આ ખુશખબર અભિષેક બચ્ચને ટ્વીટ કરીને તેને બધા સાથે શેર કરી છે. અમિતાભ બચ્ચનને કોરોના પોઝિટિવ આવ્યા બાદ 11 જુલાઇથી તેઓ મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. હવે તેમનો રિપોર્ટ નેગેટિવ આવતા ઘરે પરત ફર્યા છે. એટલે કે બિગ બી હવે સ્વસ્થ થઈ ગયા છે. બિગ બીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અને તે તેના ઘરે પહોંચી ગયા છે.
https://twitter.com/juniorbachchan/status/1289882915598295040
જોકે, અભિષેકે વધુમાં જણાવ્યું છે કે, “મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ છે એટલે હાલ હું હોસ્પિટલમાં જ છું”
https://twitter.com/juniorbachchan/status/1289884224162430976