નવી દિલ્હી : શાઓમીએ પુષ્ટિ આપી છે કે કંપની આવતા અઠવાડિયે 4 ઓગસ્ટે ભારતમાં પોતાનો રેડમી 9 પ્રાઈમ (Redmi 9 Prime) સ્માર્ટફોન લોન્ચ કરશે. એવી અપેક્ષા છે કે આ આગામી સ્માર્ટફોન યુરોપ અથવા ચીનમાં લોન્ચ થયેલ રેડમી 9 નું રિબ્રાંડેડ વર્ઝન હશે. શાઓમીના ગ્લોબલ વાઇસ પ્રેસિડેન્ટ અને મેનેજિંગ ડિરેક્ટર મનુ કુમાર જૈને 31 જુલાઈ, શુક્રવારે માહિતી આપી હતી કે નવો સ્માર્ટફોન 4 ઓગસ્ટે બપોરે 12 વાગ્યે લોન્ચ કરવામાં આવશે. આ ઉપરાંત, તેમણે કેટલીક મુખ્ય લાક્ષણિકતાઓની પુષ્ટિ પણ કરી.
પ્રથમ રેડમી પ્રાઇમ ડિવાઇસ ઓગસ્ટ 2015 માં જ લોન્ચ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ વર્ષ 2016 માં પણ ડિવાઇસ લોન્ચ કરવામાં આવ્યું હતું. જો કે, આ પછી રેડ્મીએ પ્રાઇમ સિરીઝ બંધ કરી દીધી હતી. હવે પ્રાઇમ શબ્દથી આવી અટકળો થઈ રહી છે કે કંપની ચાર વર્ષના લાંબા ગાળા પછી પ્રાઇમ સિરીઝ પાછી લાવવાની છે. એવી અપેક્ષા છે કે આગામી ડિવાઇસની કિંમત પરવડે તેવી હશે અને તે 6-7 ના રોજ પ્રાઇમ ડે સેલમાં ઉપલબ્ધ કરવામાં આવશે.