નવી દિલ્હી : યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) દ્વારા સિવિલ સર્વિસિસ પરીક્ષા -2019નું પરિણામ જાહેર કરાયું છે. પ્રદીપ સિંહે યુપીએસસી સિવિલ સર્વિસિસ (મેન્સ)ની પરીક્ષા 2019 માં ટોચ પર છે. બીજા સ્થાને જતીન કિશોર અને ત્રીજા સ્થાને પ્રતિભા વર્મા હતા.
યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષા માટેના ઇન્ટરવ્યુ 20 જુલાઈથી શરૂ થયા હતા. તેનું પરિણામ મંગળવારે સવારે જાહેર કરાયું હતું. ઉમેદવારો તેમની યુપીએસસી સિવિલ સર્વિસનું પરિણામ યુપીએસસીની સત્તાવાર વેબસાઇટ પરથી તેમના રોલ નંબર અનુસાર ચકાસી શકે છે. ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસના ચેપને કારણે લોકડાઉન થવાને કારણે, આ ઇન્ટરવ્યૂ અગાઉ મુલતવી રાખવામાં આવ્યું હતું.