ઝારખંડના ચતરામાં ઈટખોરીની એક યુવતીએ લગ્ન માટે ઓનલાઈટ સાઈટ શાદી ડોટ કોમના માધ્યમથી ત્રણ યુવકો સાથે ઠગાઈ કરી છે. શાદી ડોટ કોમના માધ્યમથી તેણે ગિરિડીહના યુવક સાથે લગ્ન કર્યા, એક કરોડ રૂપિયાની ઠગાઈ કર્યા બાદ ફરી તેણે શાદી ડોટ કોમ પર પોતાના અવિવાહીત બતાવી ગુજરાતના એક યુવક સાથે આવુ તુતક રચાવ્યું. આ યુવકને પણ 45 લાખનો ચૂનો લગાવ્યો. બાદમાં પુણેના એક યુવકને પોતે અવિવાહીત હોવાનું કહી લગ્ન કર્યા.
રાજકોટનો યુવક પણ ફસાયો
લગ્ન કર્યા બાદ તે યુવક સાથે કેલિફોર્નિયા જતી રહી. ત્રીજા પતિની માએ પુણેમાં, બીજા સાથીએ ગુજરાતના રાજકોટમાં છેતરપીંડીનો કેસ નોંધાવ્યો છે. આ કેસમાં તપાસ કરી રહેલી પોલીસના હાથમાં આ વિગતો સામે આવી છે. પહેલો પતિ પણ યુવતી પર છેતરપીંડીનો કેસ કરવાનો છે. રાજકોટના યુવકના વકીલે જણાવ્યુ છે કે, પોતાના જાતને અવિવાહીત બતાવી યુવકોને ફસાવા એ આ યુવતીની ચાલ છે.
ત્રીજા પતિની માએ ખોલ્યુ રાજ
અમિત મોદી સાથે અમુક મહિના રહ્યા બાદ યુવતીએ જણાવ્યુ હતું કે, તેની બહેનનું ઘર શિફ્ટ કરવાનું છે. એટલા માટે તે દિલ્હી જઈ રહી છે. યુવતી દિલ્હી જવા માટે નિકળી પછી ક્યારેય પાછી આવી નહીં. અમિતને બાદમાં જાણ થઈ કે, 29 ડિસેમ્બર 2018ના રોજ યુવતીએ પુણેમાં સુમિત દશરથ પવાર નામના યુવક સાથે લગ્ન કરી લીધા છે.
આનો ખુલાસો સુમિતની માતાએ કર્યો, જ્યારે યુવતીના ફોન પર અમિતનો કોલ જોયો. જેમાં અમિત સાથે યુવતીનો ફોટો પણ હતો. જ્યારે સુમિતની માતાએ અમિતને ફોન કરી પૂછ્યુ અને બધી જાણકારી મેળવી સચ્ચાઈ જાણી, ત્યાર બાદ તે સુમિતને પોતાની જાળમાં ફસાવી તેને કેલિફોર્નિયા લઈ ગઈ, પોલીસ હાલ આ મામલે વધુ તપાસ કરી રહી છે.