શું રિષભ પંતની કેપ્ટન્સી છીનવાઈ જશે? LSGના માલિક સંજીવ ગોયન્કાએ અફવાઓ પર તોડ્યું મૌન

3 Min Read

શું રિષભ પંતની કેપ્ટન્સી જોખમમાં છે? LSGના માલિક સંજીવ ગોયન્કાએ અફવાઓ પર આપ્યો જડબાતોડ જવાબ

આઈપીએલ 2026ની શરૂઆત પહેલા લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) ના કેપ્ટન રિષભ પંતને લઈને સોશિયલ મીડિયા પર અનેક અટકળો વહેતી થઈ હતી. જોકે, ટીમ માલિક સંજીવ ગોયન્કાએ પોતે આ મામલે સ્પષ્ટતા કરીને તમામ અફવાઓ પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. તેમણે પંતને નવા સીઝન માટે શુભેચ્છાઓ પાઠવીને ટીમમાં તેમનું સ્થાન મજબૂત હોવાનો સંકેત આપ્યો છે.

બુધવારે જ્યારે તમામ ટીમોના કેપ્ટનો ફોટો સેશન માટે ભેગા થયા, ત્યારે રિષભ પંત પણ અન્ય કેપ્ટનો સાથે મસ્તીના મૂડમાં જોવા મળ્યા હતા. તેમના ચહેરા પરથી જરાય એવું લાગતું નહોતું કે ટીમમાં કોઈ મોટો ફેરફાર થવાનો છે. ગોયન્કાએ સ્પષ્ટ કર્યું છે કે પંત જ આગામી સીઝનમાં ટીમનું નેતૃત્વ કરશે.

- Advertisement -

trusab.jpg

કેએલ રાહુલ બાદ પંતને મળી હતી જવાબદારી

લખનૌ સુપર જાયન્ટ્સની વાત કરીએ તો, વર્ષ 2022માં ડેબ્યૂ કર્યા બાદ ટીમે હજુ સુધી એક પણ ટાઈટલ જીત્યું નથી. શરૂઆતમાં કેએલ રાહુલ ટીમના કેપ્ટન હતા, પરંતુ 2025ની સીઝન પહેલા રાહુલ અને ફ્રેન્ચાઈઝી અલગ થઈ ગયા હતા. ત્યારબાદ રિષભ પંતને ટીમની કમાન સોંપવામાં આવી હતી. જોકે, પંતના નેતૃત્વમાં પહેલી સીઝન ટીમ માટે બહુ ખાસ રહી નહોતી અને ટીમ પ્રથમ રાઉન્ડમાં જ બહાર ફેંકાઈ ગઈ હતી. આ નિષ્ફળતા બાદ એવી વાતો ઉડી હતી કે 2026માં નવા કેપ્ટનની નિમણૂક થઈ શકે છે.

- Advertisement -

સંજીવ ગોયન્કાની સોશિયલ મીડિયા પોસ્ટ

આ તમામ વિવાદો વચ્ચે સંજીવ ગોયન્કાએ સોશિયલ મીડિયા પર એક સ્પષ્ટતા કરી છે. તેમણે લખ્યું કે, “સીઝન શરૂ થાય તે પહેલા રિષભની કેપ્ટન્સી અંગેની અફવાઓ વાંચીને મને હસવું આવ્યું. અમે સાથે ઘણો સમય વિતાવ્યો છે અને હું તેના સ્વભાવ તેમજ રમત પ્રત્યેના તેના જુસ્સાને સારી રીતે જાણું છું.” ગોયન્કાએ પંતને ‘કેપ્ટન’ કહીને સંબોધતા આગામી સીઝન માટે ઓલ ધ બેસ્ટ પણ કહ્યું છે.

પંત માટે આ સીઝન કેમ મહત્વની છે?

ગયા વર્ષે રિષભ પંતની કેપ્ટન્સીમાં LSGએ 14 મેચ રમી હતી, જેમાંથી માત્ર 6માં જીત મળી હતી અને 8 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. કેપ્ટન તરીકે પંતની આ બીજી સીઝન છે, તેથી દબાણ ચોક્કસપણે રહેશે. હવે જોવાનું એ રહેશે કે શું પંત આ વખતે લખનૌને તેમનું પ્રથમ આઈપીએલ ટાઈટલ અપાવવામાં સફળ રહે છે કે નહીં.

- Advertisement -
TAGGED:
Share This Article