ન્યૂઝીલેન્ડ ક્રિકેટનો સર્વોચ્ચ સન્માન: જેરેમી કોની અને હેડી ટિફન હવે ‘હોલ ઓફ ફેમ’માં

3 Min Read

ન્યૂઝીલેન્ડ ક્રિકેટ હોલ ઓફ ફેમ: જેરેમી કોની અને હેડી ટિફનનો સમાવેશ

ન્યૂઝીલેન્ડ ક્રિકેટ માટે ગૌરવપૂર્ણ ક્ષણ આવી છે, જેમાં પૂર્વ ઓલરાઉન્ડર જેરેમી કોની અને મહિલા ક્રિકેટની દિગ્ગજ હેડી ટિફનને પ્રતિષ્ઠિત ‘ન્યૂઝીલેન્ડ ક્રિકેટ હોલ ઓફ ફેમ’માં સ્થાન આપવામાં આવ્યું છે. આ બંને ખેલાડીઓએ પોતપોતાના દાયકામાં કીવી ટીમને વિશ્વ સ્તરે નવી ઊંચાઈઓ પર પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

 je.jpg

- Advertisement -

જેરેમી કોની: ઐતિહાસિક જીતના સારથિ

73 વર્ષીય જેરેમી કોની 1970 અને 80ના દાયકાના ન્યૂઝીલેન્ડના સૌથી ભરોસાપાત્ર ખેલાડીઓમાંથી એક હતા. 1974 થી 1987 વચ્ચે તેમણે 52 ટેસ્ટ અને 88 વનડે મેચ રમી હતી. મીડિયમ પેસ બોલિંગ અને મજબૂત બેટિંગના દમ પર તેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 4,500 થી વધુ રન અને 80 થી વધુ વિકેટો ઝડપી છે.

કોનીના નેતૃત્વ હેઠળ જ ન્યૂઝીલેન્ડની ટીમે 1986માં ઈંગ્લેન્ડને તેની જ ધરતી પર પ્રથમ વખત ટેસ્ટ શ્રેણીમાં હરાવીને ઇતિહાસ રચ્યો હતો. એટલું જ નહીં, 1979-80માં જ્યારે વેસ્ટ ઈન્ડિઝની ટીમને હરાવવી અશક્ય માનવામાં આવતી હતી, ત્યારે કોની તે ટીમનો હિસ્સો હતા જેણે કેરેબિયન ટીમને ટેસ્ટ શ્રેણીમાં 1-0થી પરાજય આપ્યો હતો.

- Advertisement -

હેડી ટિફન: મહિલા ક્રિકેટની ચમકતી સિતારા

બીજી તરફ, 46 વર્ષીય હેડી ટિફન ન્યૂઝીલેન્ડની મહિલા ક્રિકેટનું એક મોટું નામ છે. 1999 થી 2009 સુધીના તેમના 10 વર્ષના કરિયરમાં તેમણે ત્રણેય ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ખાસ કરીને વનડે ક્રિકેટમાં તેમણે 117 મેચોમાં આશરે 3,000 રન બનાવ્યા છે. કોનીની જેમ જ તેઓ પણ મીડિયમ પેસ બોલિંગ કરતા હતા અને નિવૃત્તિ સમયે વનડેમાં 50 વિકેટ પૂરી કરવાથી માત્ર એક ડગલું દૂર હતા.

ટિફન એ વિજેતા ટીમનો ભાગ હતા જેણે વર્ષ 2000માં ઘરઆંગણે રમાયેલો વર્લ્ડ કપ જીત્યો હતો. ત્યારબાદ 2009માં તેમના નેતૃત્વમાં ટીમ વર્લ્ડ કપની ફાઈનલ સુધી પહોંચી હતી, જોકે ત્યાં ઈંગ્લેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

સન્માન બદલ દિગ્ગજોની પ્રતિક્રિયા

આ સન્માન બદલ ખુશી વ્યક્ત કરતા ટિફને જણાવ્યું હતું કે, “તિમારુની એક નાની છોકરી તરીકે ન્યૂઝીલેન્ડનું પ્રતિનિધિત્વ કરવું એ મારું સપનું હતું. ડેબી હોકલી અને સર રિચર્ડ હેડલી જેવા મારા રોલ મોડલ્સ સાથે હોલ ઓફ ફેમમાં સ્થાન મેળવવું એ મારા માટે ગર્વની વાત છે.”

- Advertisement -

j.jpg

જેરેમી કોનીએ પણ આ સન્માનને સંતોષકારક ગણાવતા કહ્યું કે, “ટીમ સાથે વિતાવેલા ઉતાર-ચઢાવ અને મહેનતનું પરિણામ આજે મને આ દિગ્ગજોની યાદીમાં સામેલ કરીને મળ્યું છે, જે મારી અપેક્ષા કરતા પણ વધુ છે.”

હોલ ઓફ ફેમની યાદી

ગયા વર્ષે જાહેર કરવામાં આવેલી “ફર્સ્ટ ઇલેવન” ની યાદી બાદ કોની અને ટિફન આ સન્માન મેળવનાર પ્રથમ ખેલાડીઓ બન્યા છે. અગાઉ આ યાદીમાં બર્ટ સટક્લિફ, જોન આર. રીડ, સર રિચર્ડ હેડલી, માર્ટિન ક્રો, ડેનિયલ વેટોરી અને બ્રેન્ડન મેક્કુલમ જેવા મહાન ખેલાડીઓનો સમાવેશ થઈ ચૂક્યો છે.

TAGGED:
Share This Article