નવી દિલ્હી : વિશ્વનો સૌથી શક્તિશાળી દેશ અમેરિકાએ પાકિસ્તાનને મોટો ઝાટકો આપ્યો છે અમરિકાએ પાકિસ્તાનને આતંકને શરણ આપનાર દેશોની યાદીમાં સામેલ કર્યું છે અમેરિકાએ આતંકવાદના મુદ્દાને ગંભીરતાથી લેતા પાકિસ્તાનનો પર્દાફાશ કરતા તેને આતંકવાદીઓને શરણ આપનારા દેશોના લિસ્ટમાં મૂક્યું છે
કન્ટ્રી રિપોર્ટ ઓન ટેરરિઝમ નામના આ અહેવાલમાં એવો દાવો કરાયો છે કે પાકિસ્તાન આતંકીઓ માટે સુરક્ષિત જગ્યા છે અમેરિકાએ માન્યું કે પાકિસ્તાન માત્ર આતંકીઓ માટે સુરક્ષિત જગ્યા છે પરંતુ ત્યાં આતંકીઓને ટ્રેનિંગ પણ અપાઈ છે
અમેરિકાએ માન્યું કે પાકિસ્તાનની ધરતી ઉપર લશ્કર એ તૈયબા અને જઇશ એ મોહમ્મદ જેવા આતંકી સંગઠનોના કેમ્પ છે જ્યા આતંકી તૈયાર થાય છે અમેરિકાના ગૃહ મંત્રલાયે પોતાના અહેવાલમાં કહ્યું છે કે આતંકી સંગઠન હજુ પણ પાકિસ્તનની અંદરથી સંચાલિત કરાઈ રહ્યાં છે આ અહેવાલમાં કહ્યું કે પાકિસ્તાનને બીજા દેશોને નિશાન બનાવનાર આતંકી સંગઠન પર ક્યારેય સખ્તાઈ કાર્યવાહી કરી નથી