કેરળ દુર્ઘટનાના 24 કલાક પણ થયા નથી ત્યાં ઝારખંડમાં મોટી દુર્ઘટના થતાં થતાં બચી ગઈ છે. હેરાનગીની વાત એ છે કે એક જ પ્લેન સાથે 4 કલાકમાં બે વખત દુર્ઘટના બનતા બનતા રહી ગઈ. જેમાં 150 થી વધારે યાત્રીઓ સવાર હતા. એર એશિયાના પાઇલટે સમયસરની સજાગતા દાખવતા બર્ડ હિટની આશંકાઓ જોતાં બ્રેક્સ લગાવીને પ્લેનને સલામત રીતે રોકી દીધું હતું.રાંચી સ્થિત બિરસા મુંડા એરપોર્ટના ડિરેક્ટરના જણાવ્યા અનુસાર, મુંબઇ જતી એર એશિયાની ફ્લાઇટમાં 176 મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સવાર હતા અને બધા સુરક્ષિત હતા. તેમણે વિમાનમાં કોઈ તકનીકી ખામી હોવાનો ઇનકાર કરતા કહ્યું કે, પાયલોટને રનવે પર ફ્લાઇટ પહેલાં કેટલીક તકનીકી મુશ્કેલીઓનો અહેસાસ થયો હતો, ત્યારબાદ વિમાનને ઉપડતા પહેલા રોકી દેવામાં આવ્યું હતું.પ્રથમ વખત દુર્ઘટનાના બચાવના બે કલાક પછી વિમાને બીજી વખત ઉડાન ભરી હતી. પરંતુ આ વખતે મોટી દુર્ઘટના થવાની શક્યતા હોય તેવું લાગતું હતું. ફરીથી ઉડવા માટે રન-વે પર થોડું અંતરે પ્લેન ચલાવી રન વે પર દોડાવવામાં આવ્યું તો વિમાનના પૈડામાં ચિંનગારી નીકળી અને ધમાકો થયો.
આ બાદ ફરીથી પાઈલટે ઈમરજન્સી બ્રેક લગાવી. બીજી તરફ વિમાનમાંથી સ્પાર્ક નીકળતી જોઇને ફાયરના બે વાહન તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. અગાઉ પણ તકનીકી અવરોધો અથવા બર્ડ હિટ થવાના ડરને કારણે આ જ વિમાનને ઉડાન ભરતા પહેલા રોકી દેવામાં આવ્યું હતું.એરપોર્ટના ડિરેક્ટરે જણાવ્યું હતું કે તકનીકી તપાસ બાદ જ ખલેલના કારણ અંગે સંપૂર્ણ માહિતી મળશે. તેમણે કહ્યું કે આ ખલેલ બર્ડહિટને કારણે પણ હોઈ શકે છે, પરંતુ તપાસ પૂર્ણ થયા બાદ જ ચિત્ર સંપૂર્ણ સ્પષ્ટ થઈ શકે છે. ડિરેક્ટરે એ પણ માહિતી આપી કે દેશનું એકમાત્ર રાંચી એરપોર્ટ છે જેને બર્ડ હિટ જેવી ઘટનાઓને કાબૂમાં રાખવા બિરસા એગ્રિકલ્ચરલ યુનિવર્સિટી રાંચીને રિપોર્ટ તૈયાર કરવા વિનંતી કરી છે.તેમણે કહ્યું કે આ રિપોર્ટ અત્યાર સુધી આવી જવાનો હતો, પરંતુ લોકડાઉનને કારણે હજી સુધી રિપોર્ટ મળ્યો નથી. 3૧ ઓગસ્ટ સુધીમાં ઉપલબ્ધ થવાની અપેક્ષા છે. તેમણે જણાવ્યું હતું કે અહેવાલ મળ્યા બાદ એરપોર્ટ ઓથોરિટી બર્ડ હિટને કાબૂમાં લેવા નક્કર પહેલ કરશે. તેમણે કહ્યું હતું કે ગયા વર્ષે બર્ડ હિટના બનાવો બન્યા હતા, પરંતુ આ વર્ષે પાંચ મહિનામાં માત્ર એક જ બર્ડ હીટની ઘટના બની છે.