નવી દિલ્હી : 11 ઓગસ્ટ, મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના સંકટને લઈને મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજી હતી. આ સમય દરમિયાન તેમણે કહ્યું કે, જેમ જેમ સમય વીતતો જાય છે તેમ રોગચાળો તેના સ્વરૂપમાં પરિવર્તન લાવી રહ્યો છે અને અનેક પ્રકારની પરિસ્થિતિઓ સામે આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે બિહાર, ગુજરાત અને તેલંગાણા જેવા રાજ્યોમાં ટેસ્ટિંગ વધારવાની જરૂર છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, નિષ્ણાતો પણ ધ્યાનમાં રાખી રહ્યા છે કે જો 72 કલાકમાં આ કેસની ઓળખ કરવામાં આવે તો જીવન બચાવી શકાય છે.
વડાપ્રધાન મોદીએ તેમના સંબોધનમાં કહ્યું કે, હવે આ 72 કલાકની ફોર્મ્યુલા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે, જે પણ વ્યક્તિ કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવે તેના 72 કલાકની અંદર સંપર્કમાં આવેલા તમામ લોકોનું ટેસ્ટિંગ જરૂરી છે. દિલ્હી-યુપીમાં સ્થિતિ ડરામણી હતી, પરંતુ હવે ટેસ્ટિંગમાં વધારો કર્યા પછી સ્થિતિમાં સુધારો થયો છે.
जिन राज्यों में
testing rate कम है,
और जहां positivity rate ज्यादा है,
वहाँ टेस्टिंग बढ़ाने की जरूरत सामने आई है!खासतौर पर,
बिहार,
गुजरात,
यूपी,
पश्चिम बंगाल
और तेलंगाना,
यहाँ टेस्टिंग बढ़ाने पर खास बल देने की बात इस समीक्षा में निकली है: PM @narendramodi
— PMO India (@PMOIndia) August 11, 2020