વર્તમાન સમયમાં કેનરા બેન્ક તરફથી પોતાની ફિક્સ્ડ ડિપોઝીટના વ્યાજદરોને ઓછા કરવામાં આવ્યા છે. બાકી બેન્ક દ્વારા પણ આવુ કરવામાં આવી રહ્યુ છે. એવામા હવે તે રોકાણ માટે એવા વિકલ્પની શોધ કરવાની જરૂરિયાત છે જે તમને શ્રેષ્ઠ રિટર્ન આપી શકે છે. જો વાત post office સ્કીમ કિસાન વિકાસ પત્રની વાત કરીએ તો વર્તમના સમયને જોતા ઘણી સારી હોઈ શકે છે. જાણકારી પ્રમાણે જો તમે એક લખ રૂપિયાનુ રોકાણ કરો છો તો, તમારો રૂપિયો 124 મહીનામાં બેગણો થઈ જશે. તમને જણાવી દઈએ કે, આ સ્કીમમાં રોકાણની લઘુતમ રાશિ 1 હજાર રૂપિયા છે. ત્યારબાદ રોકાણની મહત્તમ સીમાની કોઈ મર્યાદા નથી.
કેટલુ મળે છે વ્યાજ
- કિસાન વિકાસ પત્રમાં રોકાણ કરવા પર 6.9 ટકાના દરે વ્યાજ મળે છે.
- આ વ્યાજદર 1 એપ્રિલથી લાગુ કરવામાં આવી છે.
- કેવીપીમાં રોકાણ કરવા ર તમારા પૈસા 124 મહીનામાં ડબલ થઈ જશે.
- એટલે કે, 1 લાખ રૂપિયાના રોકાણ પર તમારે 124 મહીના બાદ 2 લાખ રૂપિયા મળશે.
આ લોકો કરી શકે છે રોકાણ
- કિસાન વિકાસ પત્રમાં રોકાણ કરનારની લઘુતમ ઉંમર 18 વર્ષ હોવી જરૂરી છે.
- જેમાં સિંગલ એકાઉન્ટ સિવાય જોઈન્ટ એકાઉન્ટની પણ સુવિધા છે.
- પેરેન્ટ્સ પોતાની દેખરેખમાં પોતાના બાળકોના નામ પણ અહીંયા રોકાણ કરી શકે છે.
આ રીતે ખોલી શકો છો એકાઉન્ટ
દેશની કોઈપણ પોસ્ટ ઓફિસમાં જાઓ અને કિસાન પત્રનુ ફોર્મ લઈને ભરો અને એકાઉન્ટ ખોલાવી લો. સાથે જ ફોર્મ ઓનલાઈન પણ ડાઉનલોડ કરી શકાય છે. ફોર્મમાં બધી જાણકારી સ્પષ્ટ અને સાચી ભરો. ફોર્મમાં પરચેડ અમાઉન્ટની માત્રા સ્પષ્ટ રૂપથી લખેલી ખૂબ જ જરૂરી છે. કિસાન વિકાસ પત્રના ફોર્મની રકમની ચૂકવણી ચેક અથવા કેશ બંને રીતે કરી શકાય છે.