રાજ્યમાં કોરોના સંક્રમણના કેસો એક જ દિવસમાં વધીને લગભગ દોઢા કરી દેવામાં આવ્યા છે. આજે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 41647 લોકોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. દેશમાં કોરોનાના વધતા કેસો ધરાવતા રાજ્યોના મુખ્યમંત્રી સાથે પીએમ મોદીએ બેઠક કર્યા બાદ રાજ્ય સરકારને પણ ટકોર કરી ગુજરાતમાં ટેસ્ટિંગનું પ્રમાણ વધારવા માટે ટકોર કરી. જેનું પરિણામ આજે જોવા મળ્યું. આજે રાજ્યમાં એકજ દિવસમાં ટેસ્ટિંગની સંખ્યા વધી ગઈ છે. ગઈ કાલે રાજ્યમાં 29604 કરાઈ હતી. આજે સીધા જ નવા ટેસ્ટિંગ 41647 થઈ ગયા. રાજ્યમાં આટલા બધા ટેસ્ટિંગ છતાં કોરોના સંક્રમણના કેસોમાં કોઈ જાતનો વધારો થયો નથી. રાજ્યમાં નવા 11 હજારથી વધુ ટેસ્ટ થવા છતાં નવા પોઝીટીવ કેસની સંખ્યામાં કોઈ ફેર પડ્યો નથી. રાજ્યમાં 30 હજાર જેટલા ટેસ્ટિંગમાં પણ રાજ્યમાં 1000થી 1100 જેટલા નવા કેસ આવતા હતા. રાજ્યમાં આજે વધુ નવા ટેસ્ટિંગની સંખ્યામાં એક જ દિવસમાં 11 હજારનો વધારો થયો તો પણ નવા દર્દીઓની સંખ્યામાં કોઈ વધારો થયો નથી.
10 હજાર ટેસ્ટિંગમાં પણ 1 હજાર અને 41 હજારમાં પણ 1 હજાર નવા પોઝીટીવ
રાજ્યમાં જુલાઈ મહિનાના મધ્યમાં 10 થી 12 હજાર ટેસ્ટિંગથી સંખ્યામાં ધીમે ધીમે વધારો કરાયો તો નવા કેસની સંખ્યા 800થી વધીને 900 ઉપર પહોંચી ગઈ હતી. 1 મહિના પહેલા રાજ્યમાં 7 હજાર ટેસ્ટિંગમાં પણ કોરોના સંક્રમણની સંખ્યા 900થી 1000 હજાર આસપાસ હતી આજે 41 હજાર ટેસ્ટિંગમાં પણ કોરોના સંક્રમણની સંખ્યા 1,100ની આસપાસ જ રહી છે. રાજ્યમાં હાલ જે પ્રમાણે નવા કેસો વધી રહ્યા છે તે જોતાં ટેસ્ટિંગમાં વધારા મુજબ નવા 400થી 500 પોઝીટીવનો આંક વધુ થવો જોઈએ. પરંતુ આંકમાં વધારો ન થવા દેવા કે પછી રાજયમાં રિકવરી રેટની ટકાવારીને જાળવી રાખવામાં સરકાર માહેર રહી છે.
છેલ્લા 24 કલાકમાં વધુ 1118 નવા કેસ આવ્યા
રાજ્યમાં છેલ્લા 24 કલામાં વધુ 1118 નવા પોઝીટીવ કેસ આવ્યા છે. આ સાથે રાજ્યમાં કોરોના સંક્રમણનો આંક 73243ને પાર થઈ ગયો છે. રાજ્યમાં કોરોના સંક્રમણના કેસ પણ 2700 થવા આવ્યા છે. રાજ્યમાં સાજા થનારાની સંખ્યા પણ 56 હજારને પાર થઈ ગઈ છે. જ્યારે એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 14125 થઈ છે. રાજ્યમાં રિકવરી રેટ 77 ટકા થઈ ગયો છે. જ્યારે એક્ટિવ કેસની સંખ્યા 19 ટકા છે.