નવી દિલ્હી : સ્ટ્રાઈકર મનદીપ સિંહ પછી, હોકીના અન્ય 5 ખેલાડીઓને સાવચેતીના પગલા તરીકે બેંગલુરુની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAI) એ 12 ઓગસ્ટ, બુધવારે આ માહિતી આપી હતી. મનદીપમાં આ રોગના લક્ષણો જોવા મળ્યા ન હતા, પરંતુ લોહીમાં ઓક્સિજનનું સ્તર ઓછું થતાં સોમવારે રાત્રે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. મંગળવારે તેના 5 સાથીઓને પણ આ જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
એસએઆઈએ જણાવ્યું હતું કે, “સ્પોર્ટ્સ ઓથોથોરિટી ઓફ ઇન્ડિયાએ પણ સાવચેતીના પગલા રૂપે 5 અન્ય ખેલાડીઓને બેંગલુરુની હોસ્પિટલમાં દાખલ કરવાનો નિર્ણય કર્યો છે.” ગત સપ્તાહે ભારતીય ટીમના 6 ખેલાડીઓ જ્યારે 20 ઓગસ્ટથી શરૂ થતા રાષ્ટ્રીય શિબિર માટે બેંગલુરુ પહોંચ્યા હતા. ત્યારે રિપોર્ટ કરવામાં આવ્યા તેઓ કોરોના વાયરસ પોઝિટિવ જોવા મળ્યા હતા.આ ખેલાડીઓમાં ડિફેન્ડર સુરેન્દ્ર કુમાર અને જસકરન સિંહ, ડ્રેગફ્લિકર વરૂણ કુમાર અને ગોલકીપર કૃષ્ણ બહાદુર પાઠક સામેલ છે.