નવી દિલ્હી : કેન્દ્ર સરકારે પહેલેથી જ બેટરી લગાવ્યા વિના પણ ઇલેક્ટ્રિક વાહનોના વેચાણ અને નોંધણીની મંજૂરી આપી દીધી છે. સરકારે બુધવારે કહ્યું કે, તેનાથી આ વાહનોની કિંમતમાં ઘટાડો થશે. ઇલેક્ટ્રિક વાહનોના કુલ ખર્ચના આશરે 30 થી 40 ટકા બેટરી છે. સરકારે કહ્યું કે કંપનીઓ તેને અલગથી આપી શકે છે.
પરિવહન સચિવોને પત્ર
કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે કહ્યું, “મંત્રાલયે બેટરી લગાવ્યા વિના પણ ઇલેક્ટ્રિક વાહનોના નોંધણીની મંજૂરી આપી દીધી છે. તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પરિવહન સચિવોને લખેલા પત્રમાં મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે પરીક્ષણ એજન્સી “દ્વારા જારી કરાયેલ મંજૂરીના પ્રમાણપત્રના આધારે બેટરી વિનાના વાહનોનું વેચાણ અને નોંધણી થઈ શકે છે.