અમિતાભ બચ્ચન બીજી ઓગસ્ટના રોજ કોવિડ 19ની સારવાર લઈને ઘરે આવ્યા હતા. આટલા દિવસ બાદ અમિતાભ ઘરની બહાર નીકળ્યા હતા અને તેમણે સોશિયલ મીડિયામાં તસવીર શૅર કરી હતી. પ્રતિક્ષા બંગલામાં 44 વર્ષ જૂનું ગુલમોહરનું ઝાડ પડી જતા તે જ જગ્યા પર બિગ બીએ નવું ગુલમોહરનું ઝાડ લગાવ્યું હતું. તેમણે માતા તેજવંત કૌર સુરીની યાદ આ ગુલમોહર વાવ્યું છે. અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયામાં પિતા હરિવંશ રાય બચ્ચનની લખેલી પંક્તિઓ શૅર કરી હતી. ‘જો બસે હૈં વે ઉજડતે હૈં, પ્રકૃતિ કે જડ નિયમ સે, પર કિસી ઉજડે હુએ કો, ફિર બસાના કબ મના હૈં?…હૈ અંધેરી રાત પર દીવા જલાના કબ મના હૈં?’ અમિતાભે પંક્તિઓ બાદ લખ્યું હતું, 1976માં અમારું પહેલું ઘર પ્રતિક્ષા મળ્યું હતું ત્યારે મેં આ મોટા ગુલમોહરના ઝાડને મેં એક છોડના રૂપે લગાવ્યો હતો. જોકે, હાલમાં જ આવેલા તોફાનમાં તે પડી ગયું પરંતુ માતાના બર્થ ડે 12 ઓગસ્ટના રોજ મેં એક નવો ગુલમોહર તે જ જગ્યાએ માતાના નામથી વાવ્યો. આ સાથે જ અમિતાભે તસવીરો પણ શૅર કરી હતી.