સરકારે બુધવારે કહ્યું કે બાયોમેટ્રિક ઓળખ આધાર દ્વારા અત્યાર સુધી 32.71 કરોડ PAN CARD જોડવામાં આવી ચુક્યા છે. માઈ ગાવ ઈન્ડિયાએ ટ્વિટર પર લખ્યુ છે, આધાર દ્વારા 32.71 કરોડથી વધુ પાન કાર્ડ જોડવામાં આવી ચુક્યા છે. સરકાર પહેલા જ આધારને પાન સાથે જોડવાની તારીખ વધારીને 31 માર્ચ,2021 કરી દીધી છે. ટ્વીટના અનુસાર 29 જૂન સુધી 50.95 કરોડ પાન એલર્ટ કરવામાં આવી ગયા છે. આવકવેરા વિભાગના અનુસાર જો પાનને નક્કી કરેલા સમયગાળામાં આધાર સાથે નહીં જોડવામાં આવે તો તે નિષ્ક્રિય થઈ જશે. એક અલગ ટ્વીટમાં માય ગોવ ઈન્ડિયાએ ટેક્સ રિટર્ન ભરનાર લોકોને આવક વિતરણ વિષે ગ્રાફમાં જાણકારી આપી છે. તેમના અનુસાર ટેક્સ રિટર્ન ભરનાર 57 ટકા એકમો એવા છે જેમની આવક 2.5 લાખ રૂપિયાથી ઓછી છે.
આંકડા અનુસાર 18 ટકા એ લોકો ભરે છે જેમની આવક 2.5થી 5 લાખ રૂપિયા 17 ટકાની આવક 5 લાખ રૂપિયાથી 10 લાખ રૂપિયા અને સાત ટકાની આવક 10 લાખ રૂપિયાથી લઈને 50 લાખ રૂપિયા છે. ટેક્સ રિટર્ન ભરનાર લોકોમાં ફક્ત એક ટકા જ પોતાની આવક 50 લાખ રૂપિયા કરતા વધુ દર્શાવે છે. કેન્દ્ર સરકારની તરફથી જાહેર આંકડા જણાવે છે કે દેશના લગભગ 18 કરોડ પેન કાર્ડ આધાર સાથે લિન્ક્ડ નથી. આંકડા અનુસાર બાયોમેટ્રિક ઓળખ આધારથી અત્યાર સુધી 32.71 કરોડ પેન કાર્ડ સાથે જોડવામાં આવી ચુક્યા છે. ત્યાં જ 29 જૂન સુધી 50.95 કરોડ પાન ઈશુ કરવામાં આવી ચુક્યા છે. મતલબ એ છે કે હજુ પણ 18 કરોડ જેટલા PAN CARD આધાર સાથે લિંક નથી થયા. જો તમે પણ આ યાદીમાં સામેલ છો તો તમારા માટે ફક્ત 7 મહિના જ છે.