સેલ્ફી મેંને લે લી આજ અને દિલોના સ્કૂટર ગીતથી ચર્ચામાં આવેલ યૂટ્યૂબર ઢિંચાક પૂજાની યૂટ્યૂબથી થનારી કમાણીનો આંકડો જાણીને તમે દંગ રહી જસો. તમને વિશ્વાસ નહીં થાય કે પૂજા અત્યાર સુધી યૂટ્યૂબથી દર મહિને ૫ લાખ રૂપિયા સુધીની કમાણી કરી રહી છે. આંકડાની વાત કરીએ તો ઢિંચાક પૂજાના ગીતોને યૂટ્યૂબ પર અત્યાર સુધી ૩ કરોડથી વધારે વખત જોવામાં આવ્યા છે. પૂજાએ સોમવારે યૂટ્યૂબ પર બાપૂ દેદે થોડા કેશ નામથી એક નવોવીડિયો અપલોડ કર્યો છે. ઢિંચાક પૂજાનું આ ગીત પણ ઇન્ટરનેટ પર જોરદાર રીતે વાયરલ થઈ રહ્યું છે. ગીતને અત્યાર સુધી અંદાજે ૭ લાખ વ્યૂ મળી ચૂકયા છે.
યૂટ્યૂબ પ્રતિ ૧૦૦૦ વ્યૂ પર કુલ મળીને ૧- ૧.૫ ડોલર આપે છે. આ રીતે એક કરોડ વ્યૂજ પર યૂટ્યૂબ ૧૦થી ૧૫ હજાર ડોલર આપશે અને ૩ કરોડ વ્યૂપર આ રકમ ૩૦થી ૪૫ હજાર ડોલર સુધી પહોંચી જશે. ભારતીય કરન્સી અનુસાર આ રકમ ૨૦થી ૩૦ લાખ રૂપિયાની આસપાસ બેઠે છે.
ઢિંચાક પૂજાને યૂટ્યૂબ પર ગીત રિલીઝ કર્યા તેને વધુ સમય નથી થયો. યૂટ્યૂબના જાણકારો અનુસાર જે ઝડપથી પૂજાના ગીતો યૂટ્યૂબ પર હિટ થઈ રહ્યા છે તેને જોતા હવે લાગે છે કે તે દર મહિને ૫-૧૦ લાખ રૂપિયાની વચ્ચે કમાણી કરી રહી છે. જોકે કેટલાક જાણકાર એ પણ કહે છે કે, ભારતમાં યૂટ્યૂબ ગીતના વ્યૂ પર વધારે રૂપિયા નથી આપતું પરંતુ છતાં પણ રેટ અડધા કરીએ તો પણ પૂજાને દર મહીને ૨.૫ક ૫ લાખ રૂપિયા સુધીની કમાણી થઈ રહી છે.