લગ્ન જીવનની સફળતા પતિ-પત્ની બંન્ને ઉપર નિર્ભર હોય છે. ઘણા સંબંધોમાં એવુ બને છે કે પતિ-પત્નીની વચ્ચે બનતુના હોય અને તેનાથી સંબંધ ટૂટી જાય છે. આચાર્ય ચાણક્યએ તેમના નિતિશાસ્ત્રમાં સફળ જીવન અને કેવી રીતે ઘરસંસારથી અમુક વાતો જોડાયેલી હોય છે. તેના વિશે વાત કરી છે.
ચાણક્ય કહે છે કે જીવનસાથી પસંદ કરતી વખતે તેમના ગુણને જાણવા જોઇએ. આચાર્ય ચાણક્યના હિસાબે સુંદરતા જોવાને બદલે ગુણને આવકારવા જોઇએ. એવુ જરૂરી નથી હોતુ કે જે બહારથી સુંદર દેખાય છે તે અંદરથી પણ સુંદર જ હોય. ચાણક્ય કહે છે કે વ્યક્તિને તેમના મન અને વિચારોની ઓળખાણ કરીને જ લગ્ન કરવા જોઇએ. તો જ તે ખુશ રહી શકે છે.
આચાર્ય ચાણાક્ય કહે છે કે વ્યક્તિમાં ધીરજ હોવી જરૂરી છે. તે બધા પ્રકારની પરિસ્થિતિ સંભાળી લે છે. ચાણક્ય કહે છે જેનામાં ધૈર્ય હોય તે વ્યક્તિ બધી પરિસ્થિતિને સામાન્ય કરવાની ક્ષમતા ધરાવે છે. લગ્ન પહેલા વ્યક્તિમાં કેટલુ ધૈર્ય છે તે પણ જોવુ જરૂરી છે. જીવનસાથી સંસ્કારી હોવા ખુબ જરૂરી છે. ચાણક્ય કહે છે કે ગુસ્સા વાળા વ્યક્તિ તેમની આજુ બાજુની ખુશી જોઇ શકતો નથી. તો આવા વ્યક્તિ જો ડે લગ્ન કરવા મુર્ખાઇ માનવામાં આવે છે. ચાણક્ય કહે છે લગ્ન જીવનને ખુશ રાખવુ હોય તો જીવનસાથીનુ શાંત રહેવુ ખુબ જરૂરી છે.