નવી દિલ્હી: સરહદ વિવાદને લઈને તનાવ વચ્ચે નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ 15 ઓગસ્ટ,શનિવારે સ્વતંત્રતા દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, બંને દેશોના નેતાઓ વચ્ચે લગભગ 10 મિનિટની વાતચીત થઈ હતી. ભારત અને નેપાળ વચ્ચે તણાવ ઉભરી આવ્યા પછી બંને દેશોના વડાપ્રધાનો વચ્ચે આ પહેલીવારની વાતચીત થઈ છે.
તે જ સમયે, ભારતમાં બાંગ્લાદેશના રાજદૂતે બાંગ્લાદેશ મુક્તિ સંગ્રામમાં મદદ કરવા બદલ ભારતનો આભાર માન્યો અને કહ્યું કે બંને દેશોની સેના એક સાથે લોહી વહેવડાવે છે. સ્વતંત્રતા સંગ્રામને યાદ કરતાં બાંગ્લાદેશના રાજદૂતે કહ્યું કે, ઇતિહાસનો આ ભાગ ભૂલી શકાય નહીં.
આ સિવાય ચીને પણ ભારતને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી છે. ભારતમાં ચીનના રાજદૂત સન વેડોંગે કહ્યું કે સ્વતંત્રતા દિન પર ભારત સરકાર અને લોકોને અભિનંદન. અમને આશા છે કે બંને મહાન દેશો શાંતિ અને નજીકની ભાગીદારી સાથે આગળ વધશે. સન વેડોંગે કહ્યું કે, અમને આશા છે કે પ્રાચીન સંસ્કૃતિવાળા બે મહાન દેશો શાંતિ અને નજીકની ભાગીદારી સાથે આગળ વધશે.