સ્ટેચ્યુ ઑફ યુનિટીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીની સુરક્ષા હવે CISFને સોંપવામાં આવી છે. ગૃહમંત્રી અમિત શાહે સ્ટેચ્યુ ઓફ યુનિટીની સુરક્ષા વધારવા માટે CISF મંજૂરી આપી દીધી છે. આ પહેલા આ જવાબદારી SRP અને પોલીસ જવાનો શંભાળતા હતા. 17 ઓગસ્ટે CISF ના જવાનો સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે આવશે અને 1 સપ્ટેમ્બરના રોજથી સુરક્ષાની જવાબદારી શંભાળશે.
નોંધનિય છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા છે. જેને લઈને દેશ- વિદેશમાંથી અનેક પર્યટકો અહિયા આવે છે. આ ઉપરાંત અહિ આવેલો સરદાર ડેમ પણ લોકોના આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા અનેક સુવિધાઓ શરૂ કરવામાં આવી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટની સ્થાપના સૌપ્રથમ 7 ઓક્ટોબર 2010 ના રોજ કરવામાં આવી હતી. 20,000 ચો.મી. વિસ્તારમાં ફેલાયેલી આ યોજના 12 કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલા એક કૃત્રિમ તળાવથી ઘેરાયેલી છે. 182 મીટર ની ઊંચાઈ ધરાવતી તે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે.
સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટ દ્વારા આ પ્રોજેક્ટની યોજના કરવામાં આવી હતી. આ યોજનાની ખાસ વાત એ છે કે મૂર્તિ માટે જરૂરી લોખંડ અને તેમા ઉપયોગમાં લેવાતા ખેતીના સાધનો દાનના સ્વરૂપમાં ભારતભરનાં ગામોના ખેડૂતો પાસેથી એકત્ર કરવામાં આવ્યા હતા. ૫00,000 થી વધુ ભારતીય ખેડૂતો પાસેથી દાનની અપેક્ષા કરવામાં આવી, અને આ જ કારણે તેને સ્ટેચ્યુ ઓફ યુનિટી નામ આપવામાં આવ્યું.