વિસાવદરમાં ભારે વરસાદને પગલે જાંબુડીથી દુધાળા ગામ વચ્ચેના રસ્તા પર પાણી ફરી વળ્યા છે. વરસાદને કારણે જંગલ વિસ્તારમાંથી નદીમાં પાણીનો ભારે પ્રવાહ આવી રહ્યો છે. નદી પર બે ફૂટ જેટલું પાણી વહી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે રસ્તો બંધ થવા છતાં ખેતરે ગયેલા ખેડૂતો જીવના જોખમે નદી પસાર કરી રહ્યા છે. પ્રેમપરા અને વિસાવદરના ખેડૂતોની જમીન નદીના સામા કાંઠે આવેલી છે. વળી નદીમાં મોટા પ્રમાણમાં મગરો પણ વસવાટ કરી રહ્યા છે. છતાં ખેડૂતો જીવના જોખમે નદી ઓળંગી રહ્યા છે.
- જીવના જોખમે રસ્તો પસાર કરતાં ખેડૂતો
- વિસાવદરના જાંબુડી થી દુધાળા ગામ વચ્ચેનો નદી પરની ઘટના
- ભારે વરસાદના કારણે જંગલ વિસ્તારમાંથી આવી રહ્યુ છે પાણી નો ભારે પ્રવાહ
- નદી પર બે ફૂટ જેટલું વહી રહ્યો છે પાણીનો પ્રવાહ
- ખેતરે ગયેલા ખેડૂતો નદી પસાર કરવામાં લઈ રહ્યા છે જોખમ
- પ્રેમપરા, વિસાવદરના ખેડૂતોની જમીનો આવેલી છે નદીના સામાકાંઠે
- મોટા પ્રમાણમાં નદીમાં વસવાટ કરી રહ્યા છે મગરો
- ખેડૂતોએ માલ ઢોર માટે ફરજિયાત જવું પડતું હોય છે ખેતરો
- ભારે વરસાદના કારણે એકબીજાના હાથ પકડી જીવના જોખમે નદી ઓળંગવી પડે