સચિન દ્વારા બનાવેલાં સ્કલ્પચરને જોઈને એવું લાગે છે કે જાણે તે કોઈ બીબામાં ઢાળીને બનાવવામાં આવ્યુ હોય. દેવી-દેવતાઓની આકૃતિથી લઈને સેલેબ્સના પોટ્રેટસુધી સચિન નાના ચૉક પર કોતરણી કરીને બનાવે છે.માઇક્રો સ્કલ્પચર આર્ટિસ્ટ સચિન સાંઘેએ પેંસિલની ટોચ પર અમિતાભ બચ્ચનનો ચહેરો કોતરીને અને 8 કલાકની મહેનતનું ફળ ગણાવીને તેને ટ્વિટર પર શેર કર્યો હતો. પેન્સિલની અણી ઉપર પોતાનો ફેસ જોઈને અભિનેતા અમિતાભ પણ દંગ રહી ગયા હતા અને તેમણે સચિનનાં ટ્વીટને રીટ્વીટ કરતાં કહ્યુકે, બાપરે… અદ્દભુત છે આ! તમારો ખુબ ખુબ આભાર. સચિને ભારતીય સેલેબ્સ સહિત બસોથી વધુ ચૉકના મિનિએચર બનાવ્યા છે.સચિન હાઇસ્કૂલમાં ભણતી વખતે હંમેશા બ્લેકબોર્ડ પર નોટ્સ લખતો હતો. આ સમય દરમિયાન, તેને ચૉક સાથે વિશેષ કનેક્શન જોડાયુ હતુ. તેણે તેના જ્યોમેટ્રી ટુલ્સની મદદથી ચૉક પર કામ કરવાનું શરૂ કર્યું. સમયની સાથે-સાથે તેની આ કળા વધુ સારી થતી રહી. પરંતુ એન્જિનિયરિંગ કૉલેજમાં ભણવાનું હોવાને કારણે તે આ કાર્યથી દૂર થઈ ગયો.નોકરી મળ્યા પછી સચિને ફરીથી તેની કળા પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કર્યું. સૌ પ્રથમ, સચિને અક્ષરો અને નામોથી ચાક પર તેની આર્ટ વર્ક શરૂ કરી. પછી તે તેના સગાં-સબંધીઓને ભેટમાં આપતા હતા. જ્યારે સચિનનો હાથ પુરી રીતે આ કાર્યમાં જામી ગયો, ત્યારે તેણે પહેલા ભગવાન મહાવીરની મૂર્તિ બનાવી. ચૉક મૂર્તિ કળાની સાથે, સચિન માઇક્રો-શિલ્પમાં નિપુણ બન્યો.જણાવી દઈએ કે સચિને એ પણ કહ્યું હતું કે ઇન્ટરનેટ સુવિધાના અભાવને કારણે સીખવાનું કોઈ માધ્યમ નથી. સામાન્ય ચૉક શિલ્પ બનાવવા માટે 5 થી 6 કલાકનો સમય લાગ્યો હતો, જ્યારે મુશ્કેલ શિલ્પમાં 130 કલાકનો સમય લાગતો હતો. તાજમહલનું શિલ્પ તૈયાર કરવામાં તેમને 80 કલાક લાગ્યાં હતા. સચિનને આ કામ કરતાં પંદર વર્ષ થયા છે.


Satya Day News
Satya Media Group was founded on 25th January 2005 with a vision to be a pioneer in Gujarati Media Fraternity to cater to news which are original and authentic along with the fearless voice of Gujarati People. We are an unbiased and most acclaimed media house. Satya Day has been Leading Gujarati News Portal since 2005.