નવી દિલ્હી : ઉત્તર પ્રદેશના હોમગાર્ડ મંત્રી અને પૂર્વ ક્રિકેટર ચેતન ચૌહાણનું નિધન થયું છે. 16 ઓગ્સસ્ટ, સાંજે સાડા ચાર વાગ્યે કાર્ડિયાક એરેસ્ટને કારણે ચેતન ચૌહાણનું મોત નીપજ્યું હતું. તેની ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. ચેતન ચૌહાણને પણ કોરોના વાયરસનો ચેપ લાગ્યો હતો.
એક દિવસ પહેલા જ 73 વર્ષિય ચેતન ચૌહાણની તબિયત લથડી હતી. તેની કિડની નિષ્ફળ થઇ ગઈ હતી. જેના કારણે તેમને લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા હતા. ચેતન ચૌહાણ યોગી સરકારના બીજા કેબિનેટ મંત્રી છે, જેમનું કોરોના વાયરસના કારણે મૃત્યુ થયું છે. આ અગાઉ કેબિનેટમંત્રી કમલા રાનીનું કોરોના વાયરસને કારણે લખનઉના પીજીઆઈ ખાતે અવસાન થયું હતું.