નવી દિલ્હી : હ્યુન્ડાઇ ઇન્ડિયાએ ભારતમાં કાર સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું છે. આ અંતર્ગત કંપની તેના ગ્રાહકોને 21 ઓગસ્ટ સુધી સ્વચ્છતા (સૅનેટાઇઝેશન)ની સાથે અનેક સેવાઓ પ્રદાન કરશે. આ ઓફર અંતર્ગત, કારની આંતરિક-બાહ્ય સેનિટાઇઝેશન અને અંડરબોડી કોટિંગ પર ડિસ્કાઉન્ટ મળશે. આ સિવાય સર્વિસિંગ દરમિયાન 50 હાઈ ટચ પોઇન્ટ્સ કારમાં સેનિટાઇઝ કરવામાં આવશે.
કિંમત
કાર સેનિટાઇઝેશન પેકેજ 599 રૂપિયાથી શરૂ કરવામાં આવ્યું છે. આ સિવાય કંપની દ્વારા લેબર ચાર્જ પર 20 ટકા અને અંડરબોડી કોટિંગ પર 15 ટકા ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવી રહ્યું છે.