નવી દિલ્હી : દેશમાં કોરોના વાયરસનો ફેલાવો વધી રહ્યો છે. અહીં કોરોના દર્દીઓની સંખ્યા 26 લાખને વટાવી ગઈ છે, જ્યારે આ રોગચાળાને કારણે 50 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે સ્વસ્થ થનારા લોકોની સંખ્યા 19 લાખને પાર થઇ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં, કોરોનાથી 944 લોકોનાં મોત થયાં. અત્યાર સુધીમાં 50,951 લોકોનાં મોત નીપજ્યાં છે. કોરોનામાં કુલ 26,42,344 કેસ નોંધાયા છે. એક દિવસમાં 63 હજારથી વધુ નવા કેસ આવ્યા હતા. દેશમાં હાલ કોરોનાના લગભગ 7 લાખ સક્રિય કેસ છે. પરંતુ રિકવરી દર પણ સુધરી રહ્યો છે. અત્યાર સુધી 19,09,541 લોકોએ કોરોનાને હરાવ્યો છે.
રાજ્યોમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે. મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં કોરોનાના 11 હજારથી વધુ કેસ નોંધાયા છે. એ જ રીતે, દિલ્હીમાં 24 કલાકમાં 1200 થી વધુ નવા કેસ આવ્યા. અત્યાર સુધીમાં 1.51 લાખ દર્દીઓ નોંધાઈ ચુક્યા છે. રવિવારે દિલ્હીમાં કોરોના વાયરસ ચેપથી રિકવરી દર વધીને 90 ટકાથી વધુ થઈ ગયો છે. 24 કલાકમાં મધ્ય પ્રદેશમાં કોરોનાના એક હજારથી વધુ કેસ છે. રાજસ્થાનમાં 24 કલાકમાં કોરોનાના 1300 કેસ નોંધાયા છે. ગુજરાતમાં પુષ્ટિ થયેલ કેસો 78,783 છે. જેમાં સાજા થયેલા દર્દીઓની સંખ્યા 61,496 અને અત્યારસુધીમાં કોરોનાથી મૃત્યુઆંક 2,787 પર પહોંચી ગયો છે.