પટના : બિહારમાં કોરોના દર્દીઓની કુલ સંખ્યા એક લાખને વટાવી ગઈ છે. કોરોનાના વધતા જતા કેસને ધ્યાનમાં રાખીને લોકડાઉન વધારવામાં આવ્યું છે. નીતીશ સરકારે જારી કરેલા આદેશ અનુસાર હવે રાજ્યમાં 6 સપ્ટેમ્બર સુધી લોકડાઉન ચાલુ રહેશે. અગાઉ લોકડાઉનનો સમયગાળો 16 ઓગસ્ટ સુધી વધારવામાં આવ્યો હતો.
બિહારમાં કોરોનાના એક લાખથી વધુ કેસ નોંધાયા છે, જેમાં 461 લોકોનાં મોત નીપજ્યાં છે. અત્યાર સુધીમાં, 72 હજારથી વધુ કોરોના દર્દીઓ સાજા થયા છે, જ્યારે સક્રિય કેસની સંખ્યા 31 હજારથી વધુ છે. કોરોનાના વધતા જતા કેસોને જોતા રાજ્યભરમાં લોકડાઉન કરવામાં આવ્યું હતું. જો કે, લોકડાઉનમાં થોડી રાહત આપવામાં આવી છે.