અમદાવાદ ડિવિઝનમાં રેલ્વે પ્રશાસને જે રીતે રનિંગ સ્ટાફની લાઇન બોક્સ બંધ કરવાના નિર્ણય લીધો છે તેના વિરોધમાં વેસ્ટર્ન રેલ્વે મજૂર સંઘના મહામંત્રી જે.જી.માહુરકર માર્ગદર્શન હેઠળ તમામ ટ્રેડ યુનિયન અને અન્ય સંગઠનોએ સાથે મળીને અમદાવાદમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શન WRMS, WREU, AISCTREA, AILRSA અને AIGC એ સંયુક્તપણે ડિવિઝિનલ રેલ્વે મેનેજરની કચેરી ખાતે સંયુક્તપણે બપોરે 1 થી 2 દરમિયાન ઉગ્ર પ્રદર્શનનું આયોજન કર્યું છે. આ ધરણા પ્રદર્શનમાં અમદાવાદ મંડળના લોકો પાયલટ ,ગાર્ડ, લોકો પાયલટ શન્ટિંગ, સહાયક લોકો પાયલટ દ્વારા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને ઉગ્ર રજૂઆત કરી હતી.અમદાવાદ ડિવિજનલ રેલ્વે મેનેજર કચેરી સિવાય વેસ્ટર્ન રેલ્વે મઝદુર સંઘ દ્વારા પાલનપુર રંનિંગ લોબી અને ગાંધીધામ એ.આર.એમ ઑફિસ સામે ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.


Satya Day News
Satya Media Group was founded on 25th January 2005 with a vision to be a pioneer in Gujarati Media Fraternity to cater to news which are original and authentic along with the fearless voice of Gujarati People. We are an unbiased and most acclaimed media house. Satya Day has been Leading Gujarati News Portal since 2005.