અધિકારીઓએ સાંસદોને ખાતરી આપી હતી કે આધાર ડેટા સલામત છે અને તે ખોટા હાથોમાં પડે તેવો કોઇ ચાન્સ નથી કેમ કે સર્વર ફૂલપ્રૂફ સિસ્ટમથી કામ કરે છે. પેનલના સાંસદોએ કરેલા સવાલોનો ગૃહ મંત્રાલય અને યુઆઇડીએઆઇના પ્રતિનિધિઓએ જવાબ આપ્યો હતો.
આધાર ઉપરાંત પેનલે રાષ્ટ્રની સલામતીને લગતા વિવિધ મુદાઓની પણ ચર્ચા કરી હતી. સરકાર કેમ બેક્નો, મોબાઇલ જોડાણો, કલ્યાણની યોજનાઓ સાથે આધાર નંબરને જોડી રહી છે તો તેવા સવાલના જવાબમાં અધિકારીઓએ ઉમેર્યું કે રાજકીય કારોબારીમાં આ નિર્ણય લેવાયો હતો. તેથી તેઓ તેનો જવાબ આપી શકે તેમ નથી.