સમગ્ર ગુજરાતમાં ઉગાડી શકાય એવી જાનકી નામની નવી તુવેર જાત બહાર આવી છે. તુવેરની નવી જાત દક્ષિણ ગુજરાત કૃષિ યુનિવર્સિટીના નવસારી કઠોળ અને દિવેલા સંશોધન કેન્દ્રના કૃષિ વિજ્ઞાનીઓએ 2019માં તૈયાર કરી છે. જે હવે વાવવા ભલામણ કરવામાં આવી છે. એન.પી.ઈ.કે.15-14 (જીટી 105 – જાનકી)નું ઉત્પાદન હેક્ટર દીઠ 1829 કિલો પાકે છે. જે અન્ય જાતો કરતાં વધું ઉત્પાદન આપે છે. જેમાં ગુજરાત તુવેર 101 કરતાં 14.8 ટકા, ગુજરાત તુવેર 103 કરતાં 13.60 ટકા, ઉપાસ 120 કરતાં 27.5 ટકા, પી 992 કરતાં 17.80 ટવા વધું ઉત્પાદન આપે છે. ભારતમાં સરેરાશ એક હેક્ટર દીઠ ઉત્પાદકતા 713 કિલો છે. સમગ્ર ભારતમાં સૌથી વધું ઉત્પાદન આપતી આ જાત છે. ગુજરાતના કૃષિ વિજ્ઞાનીઓ માટે આ ગૌરવ છે.
નવી જાત 135 કે 145 દિવસમાં પાકી જાય છે. વહેલી પાકે છે. મધ્યમ ઘેરાવો, પીળા રંગના ફૂલ, લીલી શીંગ છે. જેમાં કરેક શીંગમાં 3થી 5 સફેદ દાણા હોય છે. ઉત્પાદકતા વધું છે. વંદ્યત્વ રોગ સામે પ્રતિકારકતા ધરાવે છે. લીલી ઈયળ તમામ તુવેરમાં ભારે નુકસાન કરે છે. લીલી ઈટળને મારવા માટે કવિનાલફોસ 25 ઈસી, 20મીલી દવા 10 લીટર પાણીમાં નાંખીને છાંટવી.
325 કરોડનો ફાયદો
હાલમાં જે વહેલી પાકતી જાતો છે તેમાં થોડા સમય પહેલા આણંદ કૃષિ વિશ્વ વિદ્યાલયના કઠોળ સંશોધન યોજના પર વડોદરાના મોડેલ ફાર્મ શોધાયેલી નવી જાત એજીટી – 2 છે. વડોદરા ફોન નંબર 0265 2280426 છે. જે 23 ટકા વધું ઉત્પાદન આપે છે. પણ તે 1650 કિલો એક હેક્ટરે ઉત્પાદન આપે છે. તેનો મતલબ કે નવી શોધાયેલી જાત કરતાં પણ જાનકી શ્રેષ્ઠ છે. 2019-20માં 2.10 લાખ હેક્ટરમાં વાવેતર સાથે 2.77 લાખ ટન ઉત્પાદન થવાની ધારણા વચ્ચે હેક્ટરે ઉત્પાદકતાં 1319 કિલોની છે. આમ ઉત્પાદકતાં નવી જાતની સૌથી વધું છે. 331 કિલોનું ઉત્પાદન સીધું વધારી શકાય છે. 25 ટકાનું ઉત્પાદન આખા ગુજરાતમાં વધારી શકાય તેમ છે. જો તેમ થાય તો 2.70 લાખ ટનના કુલ ઉત્પાદનમાં સીધો 65 હજાર ટન વધું ઉત્પાદન મળી શકે છે. એક લોકોના રૂ.50 ખેડૂતને મળે તો રૂ.325 કરોડનો સીધો ફાયદો એક નવા સંશોધનથી એક વર્ષમાં થઈ શકે છે.
10 વર્ષમાં ઉત્પાદકતામાં 70 ટકાનો વધારો
10 વર્ષ પહેલાં 2010-11માં 2.76 લાખ હેક્ટરમાં ઉત્પાદન 2.72 લાખ ટન હતું. ઉત્પાદકતા 986 કિલોની હતી. આમ ગુજરાતના કૃષિ વિજ્ઞાનીઓએ ઉત્પાદકતાં 70 ટકા વધારીને ગુજરાતના ખેડૂતોને સારો એવો ફાયદો કરાવીને સસ્તી તુવેર અપાવી છે. વિશ્વની 82% ભારતમાં તુવેર પાકે છે, જેમાં 3000 વર્ષથી ગુજરાતમાં તુવેરની ખેતી થાય છે. ગુજરાતમાં સારું એવું વાવેતર છે. ભારતમાં 2018-19માં 37 લાખ ટન અને 2017-18માં 40 લાખ ટન અને 2016-17માં 48.70 લાખ ટન તુવેર પાકી હતી, હવે તેમાં ઓછા વિસ્તારમાં વધું ઉત્પાદન મેળવી શકાશે.
સૌથી વધુ ભરૂચમાં તુવેર પાકે છે
2018માં તુવેરના ટેકાના ભાવે કિલોએ રૂ.56.75ની ખરીદી કરી હતી, 2.56 લાખ હેક્ટર વાવેતર હતું. 2019માં ગુજરાતમાં તુવેરનું વાવેતર 213500 હેક્ટર થયું હતું. જેમાં 124200 હેક્ટર દક્ષિણ ગુજરાતમાં થયું હતું. ગુજરાતમાં પાકતી તુવેરમાં 27.41 ટકા ભરૂચ, વડોદરા15.44 ટકા મળીને 45 ટકા હિસ્સો આ બે જિલ્લાનો છે. ભરૂચમાં 2017-18માં 76 હજાર ટન અને વડોદરામાં 52 હજાર ટન તુવેર પાકી હતી. આમ 1.28 લાખ ટન આ બે જિલ્લામાં તુવેર પાકી હતી.
ખેડૂતોને સારા ભાવ મળતા નથી
2015માં દાળના ભાવ રૂ.200 એક કિલોના હતા, 2019માં 110 સુધી હતા. આ વર્ષે સારી સ્થિતી નથી. આમ ખેડૂતો અને વિજ્ઞાનીઓ તૂવેરનું ઉત્પાદન વધારે છે પણ સારા ભાવ મળતા નથી. સરકાર જ નીચા ભાવે ખરીદી કરે છે.