આગ્રા: યુપીના આગ્રામાં બસ હાઇજેક કેસમાં મોટી માહિતી મળી છે. ઇટાવા પોલીસે હાઇજેક બસ કબજે કરી છે. ઇટાવા એસએસપીએ આ વાતની પુષ્ટિ કરી છે. ઉલ્લેખનીય છે કે, હાઇજેક બસમાં બેઠેલા 34 સવાર અન્ય એક બસ દ્વારા ઝાંસી પહોંચ્યા છે. રાહતની વાત છે કે બસમાં બેઠેલા તમામ 34 મુસાફરો સલામત છે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ આ મામલે કડક કાર્યવાહીના નિર્દેશ આપ્યા છે. અધિક મુખ્ય સચિવ ગૃહ અવનીશ અવસ્થીએ જણાવ્યું હતું કે, આ મામલે ડીએમ આગ્રા અને એસએસપીને કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. અવસ્થીએ કહ્યું કે ડીએમ અને એસએસપી તરફથી પણ રિપોર્ટ મંગાવવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે તમામ મુસાફરો સલામત છે. 18 ઓગસ્ટ, મંગળવારે રાત્રે બસ માલિકનું મોત નીપજ્યું હતું અને તેના પુત્રો અંતિમ સંસ્કારમાં રોકાયેલા છે. તેથી હવે પછી સંપૂર્ણ માહિતી લેવામાં આવશે.