તમિલનાડૂમાંથી એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. અહીં એક વાંદરાના ટોળાએ 70 વર્ષિય વૃદ્ધ મહિલાની ઝૂંપડીમાં ઘૂસી ગયા હતા. બાદમાં આ વાનરોએ જે આતંક મચાવ્યો છે, તેનાથી આ મહિલા બરબાદ થઈ ગઈ છે. વાનરના આ ટોળાએ મહિલાની ઝૂંપડીમાંથી જ્વેલરી સહિત 25000 રૂપિયા કેસ ઉપાડી ગયા હતા. જો કે, આ મહિલાએ વાનરોને પીછો કર્યો હતો, પણ તેના હાથમાં કશુંય આવ્યુ નહોતું. આ ઘટના તમિલનાડૂના તંજાવુર જિલ્લાના તિરુવયારૂ પાસેના વીરમંગુડીની છે. મહિલાનું નમ સરથમ્બલ છે. તે કુથિરાઈ કોઈલ સ્ટ્રીટમાં એક ઝૂંપડીમાં રહે છે. તેમણે જણાવ્યુ હતું કે, જ્યારે આ ઘટના બની ત્યારે તે સામે કપડા ધોઈ રહી હતી ત્યારે એ સમયે અમુક વાનરો ઝૂંપડીમાં ઘૂસ્યા અને કેળાની સાથે ચોખાની એક થેલી પડી હતી, એ પણ ઉઠાવી ગયા.
આ થેલીમાં આ મહિલાની જીંદગીભરની કમાણી પડી હતી. જ્યારે આ મહિલાને ખબર પડી કે વાનરો તેના સોના અને 25 હજાર રૂપિયા ઉઠાવીને ભાગી ગયા છે, તો મહિલાએ આ વાનરોને પીછો કર્યો પણ ખાલી હાથ પાછા આવવું પડ્યું. આ વાનરોએ સ્વાસ્થ્ય કેન્દ્રની છત પર જઈ ફળ અને ચોખા ખાવાનું શરૂ કરી દીધુ. જ્યારે આ મહિલા સાથે સ્થાનિક લોકોએ પણ વાનરોની પાસેથી સામાન પાછો લેવા માટે કોશિશ કરી તો વાનરો ત્યાંથી નાસી છૂટ્યા હતા.ગામલોકોનું કહેવુ છે કે, મહિલાએ મનરેગામાં કામ કરીને પાઈ પાઈ ભેગી કરી હતી. આ મહિલાએ પોતાના જીવન ગુજાર માટે પૈસા એકઠા કર્યા હતા. જો કે, આ વાનરોએ તેમની જીંદગીભરની કમાણી ખેંચીને નાસી છૂટ્યા હતા. ગામલોકોએ માગ કરી છે આ વાનરો મોટા ભાગે અહીં ફરતા હોય છે, તેથી તેમને પકડવામાં આવે તથા જંગલમાં છોડી મુકવામાં આવે.