અમદાવાદ : પાટનગર ના જન્મદિન આ વખતે પુર હોનારત ને કારણે સાદગી થી મનાવશે વીતેલા વર્ષો માં આ પાટ નગરે ગણું બધું જોયું છે જેનો ટુક માં ચિતાર રજુ કરાયો છે, 2જી ઓગષ્ટનો દિવસ ગાંધીનગરના 53 મા જન્મ દિવસ તરીકે ઉજવાશે. મહાગુજરાત ના રાજ્યની સાતમી રાજધાની ગાંધીનગર બની છે. 5 દાયકાથી વધુ વીતી ગયેલા સમયચક્ર માં આ નગરે કઇ કેટલીય ચડતી પડતી જોઈ છે. આજે અહીં ની જનસંખ્યા 2.10 લાખને પર પહોંચી ગઇ છે. સ્થાપના દિવસની ઉજવણી દરવખતે શહેર વસાહત મહામંડળ દ્વારા જીઇબી કોલોની ખાતે કરવામાં આવે છે. પરંતુ પૂર હોનારતના કારણે આવખતે સાદગીપૂણરીતે ઉજવણી કરવાનું નક્કી કરાયું છે, તારીખ 16મી માર્ચ, 1960ના રોજ ગાંધીનગર નામની ઘોષણા થઇ હતી. તારીખ 2-8-1965ના દિવસે પ્રથમ ઇમારતનો પાયો નંખાયો હતો તારીખ૨23-12-1969ના રોજ નગરને ગાંધીનગર નામ આપવામાં આવ્યું હતું. તારીખ 1-5-1970ના દિવસે ગાંધીનગર પાટનગર સ્થળાંતર થયું અને તારીખ 30-7-1970ના દિવસે નોટીફાઇડ વિસ્તાર જાહેર કરાયો હતો.
ગુજરાત રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના તારીખ 12-3-1996ના ઠરાવથી ગાંધીનગર શહેર અને છ સંકલિત ગ્રામ્ય વિસ્તાર સાથે આજુબાજુના 39 ગામો સાથે આશરે 388 ચોરસ કીલોમીટર વિસ્તારના સુઆયોજીત વિકાસ માટે શહેરી વિકાસ અધિનિયમની કલમ-22(1), (2) તથા (4) અન્વયે ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ સુધીનો શહેર અને ગામડાઓની જરૂરિયાતો ધ્યાને લઇ વિકાસ યોજનાનો મુસદ્દો પ્રસિધ્ધ કરવામાં આવ્યો હતો.
તારીખ 1-5-1970ના રોજ ગાંધીનગરમાં પ્રથમ સચિવાલય અમદાવાદથી કે, જે અમદાવાદમાં હાલના પોલીટેકનીક મકાન (આંબાવાડી)થી હાલના ડો.જીવરાજ મહેતા ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રીના નામકારણ ઇમારતમાં સ્થળાંતર થયું. તારીખ 11મી જુલાઇ, 1985ના રોજ સચિવાલય તેનું પોતાનું પૂર્ણ સુવિધાવાળા બ્લોક નંબર 1થી 14 અને 1થી 9 માળમાં વહેંચાયેલા મંત્રીઓ માટે બ્લોક નંબર 1માં વિશષ્ટિ સુવિધાઓ સાથેના હાલના બિલ્ડીંગમાં સચિવાલયનું ખાત મુહુર્ત 1 જાન્યુઆરી, 1978માં કરવામાં આવ્યું હતું.
સરકારી કામકાજનું લોકસંપર્ક ધરાવતું ત્રીજુ ભવન છે. પાટનગરને રાષ્ટ્રપિતા ગાંધીજીના નામ પરથી ગાંધીનગર નામ અપાયું પાટનગરની સ્થાપના જીઇબી કોલોનીના ગેસ્ટ હાઉસ થી થઈ હતી ત્યાં ગાંધીનગર શહેર વસાહત મહામંડળ દ્વારા સ્થાપના દિવસની સવારે મંગલદિપ પ્રગટાવીને ઉજવણી કરાશે. આ વખતે પૂર હોનારતના કારણે બર્થ ડે કેક કાપીને ઉજવણી કરાશે નહીં. મહમંડળના પ્રમુખ અને નગર આગેવાન અરૂણ બૂચે કહ્યું કે ભારે વરસાદના કારણે સર્જાયેલી સ્થિતિમાં સાદાઇથી પાટનગરના જન્મદિન ને મનાવશે.
નાયબ મુખ્યમંત્રી કાર્યક્રમમાંહાજર નહીં રહે તેઓ 2જી ઓગસ્ટે દિલ્હી જવાના હોવાથી ઉપસ્થિત રહેવાના નથી. જો કે વિધાનસભાના ઉપાધ્યક્ષ શંભુજી ઠાકોર, મેયર પ્રવિણભાઇ પટેલ, ડેપ્યુટી મેયર દેવેન્દ્રસિંહ ચાવડા, ધારાસભ્ય અશોકભાઇ પટેલ, ગુડાના ચેરમેન આશિષભાઇ દવે, કલેક્ટર સતિષ પટેલ તથા મ્યુનિસિપલ કમિશનર ડી એન મોદી તથા નગરજનો ઉપસ્થિત રહેશે.
ગાંધીનગરે શહેરની સ્થાપના બાદ રાષ્ટ્રપતિ શાસન ના દિવસો પણ યાદગાર અને નોંધનીય રહ્યા છે જેમાંતારીખ 1-5-1960થી રચાયેલી સરકાર તારીખ 13-5-1971 સુધી રાજશાસન ચલાવતી રહી અને તારીખ 13-5-1971થી તારીખ 17-3-1972 દરમ્યાન રાષ્ટ્રપતિ શાસન ગાંધીનગરે નિહાળ્યું ને અનુભવ્યું તે વખતે હિતેનદ્ર દેસાઇ મુખ્યમંત્રી હતાં. ગુજરાતના શાંત જળમાં રાજકીય તરંગોના અંતની શરૂઆત દેશમાં બનતી ઘટનાઓ અને રાજકીય ફેરફારોથી વંચિત ન રહી શકતા આ પ્રથમ રાષ્ટ્રપતિ શાસન ગુજરાત પર આવ્યું હતું. ત્યાર બાદ તારીખ 9-2-1974થી 18-6-1975, ત્રીજી વખત 12-3-1976થી 24-12-1976, ચોથી વખત 17-2-1980થી6-6-1980 અને પાંચમી વખત 19-9-1996થી 23-10-1996 રાષ્ટ્રપતિ શાશાન રહ્યુ હતું.
ગાંધીનગર ગુજરાતનું સાતમું પાટનગર બન્યું છે. પ્રથમ આનર્તપુર બીજુ ધ્વરાવતી (દ્વારકા), ત્રીજુ ગીરીનગર (જૂનાગઢ), ચોથું વલ્લભી (ભાવનગર), પાંચમુ અણહીલપુર (પાટણ), છઠ્ઠં અમદાવાદ અને સાતમું ગાંધીનગર પાટનગર બન્યુ હતું. આમ, સ્વતંત્રતા બાદ અહીં અનેક બદલાવો આવ્યા છે,રાજ્ય ની જનતા એ અનેક ચડાવ ઉતાર જોયા છે ત્યારે હાલમાં સર્જાયેલી રાજકીય ઉથલ પાથલ ના એપિસોડ વચ્ચે ફરી એકવાર નવા રાજકીય સમીકરણો ઉમેરાશે,જય જય ગરવી ગુજરાત.