લાઇન ઓફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ પર ચીન સાથે વધી રહેલા તણાવને ધ્યાનમાં રાખીને ભારતીય એજન્સીઓ પીપલ્સ લિબરેશન આર્મીના એરફોર્સના 7 એરબેઝ પર નજર રાખી રહી છે. LACની બીજી તરફ લદ્દાખથી અરુણાચલ પ્રદેશ સુધી સ્થિત ચીનના એરબેઝ છેલ્લા અમુક દિવસોમાં એક્ટિવ રહ્યા છે.
આપને જણાવી દઈએ કે, આ એરબેઝ પર ચીને પાક્કા શેલ્ટર બનાવ્યા છે. અહીં રનવેની લંબાઇ પણ વધારવામા આવી છે. તે સિવાય વધારાનો મેનપાવર પણ તૈનાત કરવામા આવ્યો છે જેથી ઓપરેશનને અંજામ આપી શકાય.
ચીનના 7 એરબેઝ હોતાન, ગારગુંસા, કાશધાર, હોપિંગ, ધોનકા જોન્ગ, લિંઝી અને પેનગૈટ પર ભારતીય એજન્સીઓએ નજર રાખી છે. નોર્થઇસ્ટના લિંઝી એરબેઝ પર એક હેલિકોપ્ટર બેઝ છે. અહીં ચીનની આર્મીએ હેલિપેડનું નેટવર્ક ડેવલપ કર્યું છે જેથી આ વિસ્તારમાં દેખરેખ રાખીને ઓપરેશન ચાલુ રાખી શકાય.
લદ્દાખ સેક્ટર અને અન્ય અગત્યના વિસ્તારો પર ચીને એરબેઝ પર સુખોઇ-30, જે સીરીઝના ફાઇટર જેટ, બોમ્બર પ્લેન તૈનાત કર્યા છે અને ભારતીય એજન્સીઓ તેમના પર સેટેલાઇટ અને અન્ય માધ્યમોથી નજર રાખી રહી છે.
ચીનની એરફોર્સની એક્ટિવિટી જોતા ભારતીય એરફોર્સે પણ ઉંચાઇવાળા વિસ્તારોમાં ગતિવિધિ વધારી દીધી છે. આ વિસ્તારોમાં સુખોઇ-30, MKI, મિગ-29 અને મિરાજ -2000 જેવા ફાઇટર જેટ ફોર્વર્ડ લોકેશન પર તૈનાત કરવામા આવ્યા છે જેથી ચીનની કોઇ પણ પ્રકારની હરકતનો જવાબ આપી શકાય. ચીનની એરફોર્સ પર ભારતની એરફોર્સ ભારે પડી શકે છે કારણ કે ચીનના ફાઇટર જેટ્સને ખૂબ ઉંચાઇવાળા વિસ્તારોથી ટેકઓફ માટે ઉડાન ભરવી પડશે જ્યારે ભારતીય ફાઇટર જેટ જમીન પરથી જ ઉડાન ભરીને સમય બગાડ્યા વિના ફોર્વર્ડ લોકેશન પર પહોંચી શકે છે.