વિશ્વમાં કોરોના વાયરસ સંક્રમણના અત્યાર સુધી 2 કરોડ 27 લાખ 20 હજાર 294 કેસ નોંધાયા છે. તેમાંથી 1 કરોડ 54 લાખ 6 હજાર 504 દર્દી સ્વસ્થ થઇ ગયા છે. 7 લાખ 93 હજાર 708 લોકોના મોત થયા છે. આંકડા www.worldometers.info/coronavirus અનુસાર છે.
રશિયાએ કોરોના વેક્સિનની માસ ટેસ્ટીંગ માટે તૈયારીઓ શરૂ કરી છે. તેમાં 40 હજારથી વધુ લોકોને વેક્સિન આપવામા આવશે.
ટ્રાયલની આ પ્રોસેસ આગામી અઠવાડિયાથી શરૂ થશે. તેમાં વિદેશી રિસર્ચ એજન્સીઓને સામેલ કરવામા આવશે. રશિયાએ ટ્રાયલ માટે વેક્સિનના 2 હજાર ડોઝ મેક્સિકો મોકલવાનો નિર્ણય કર્યો છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનને પણ આ વેક્સિનની જાણકારી મોકલી દીધી છે. રશિયાએ 11 ઓગસ્ટે વેક્સિન સ્પુતનિક વી તૈયાર કરી હોવાની જાહેરાત કરી હતી.