હૈદરાબાદમાં કોરોના વાઈરસથી 6 લાખ લોકો સંક્રમિત થઇ શકે છે. આ ખુલાસો ગટરલાઈનની તપાસમાં થયો છે. સંશોધકોનું કહેવું છે કે, સંક્રમિત થનારા દર્દીઓમાં મોટાભાગે લક્ષણ નહિ દેખાય. હોસ્પિટલમાં દાખલ થવાની પણ તેમને જરૂર નહિ પડે.
શહેરની કુલ વસ્તીના આશરે 6.6 ટકા લોકો કોઈને કોઈ રીતે કોરોના સંક્રમિત છે. તેમાં લક્ષણો દેખાતા, લક્ષણો વગરના અને કોરોનાથી સ્વસ્થ થયેલા દર્દીઓ પણ સામેલ છે.
હૈદરાબાદમાં કયા વિસ્તારમાં કોરોનાનું કેટલું જોખમ છે, કેટલા દિવસ સુધી સંક્રમિત દર્દીના મળમાંથી કોરોનાનું RNA મળે છે, આ સમજવા માટે રિસર્ચ કરવામાં આવ્યું. ગટરલાઈનમાંથી કોરોના વાઈરસના સેમ્પલ લેવામાં આવ્યા. આ રિસર્ચ સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોલિક્યુલર બાયોલોજી અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ કેમિકલ ટેક્નોલોજીએ સાથે મળીને કર્યું છે.
ગટરલાઈનમાંથી કોરોના વાઈરસના સેમ્પલ લેવામાં કોઈ જોખમ નથી કારણ કે પાણીમાં હાજર વાઈરસ સંક્રમણ ફેલાવવામાં નબળો હોય છે.
કોરોનાના કણ માત્ર મોં કે નાક જ નહિ પણ મળ દ્વારા પણ બહાર નીકળે છે. સંક્રમિત દર્દી મળમાં ઓછામાં ઓછા 35 દિવસ સુધી કોરોનાના કાઢે છે. આથી ગટરલાઈનમાંથી સેમ્પલ લેવું યોગ્ય છે.