નવી દિલ્હી : ભારતમાં કોરોના દર્દીઓની સંખ્યા 30 લાખને વટાવી ગઈ છે. તે જ સમયે, આ રોગને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા 56 હજારને વટાવી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 69,239 નવા કેસ નોંધાયા છે અને એક જ દિવસમાં 912 લોકોનાં મોત નીપજ્યાં છે. 23 ઓગસ્ટ, રવિવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, દેશમાં કુલ કોરોના કેસ 30,44,941 પર પહોંચી ગયા છે, જ્યારે રોગચાળાએ અત્યાર સુધીમાં 56,706 લોકોનો ભોગ લીધો છે.
મળતી માહિતી મુજબ, દેશમાં કુલ કોરોના કેસોમાં 7,07,668 સક્રિય કેસ છે. તે જ સમયે, કોરોના કટોકટીની વચ્ચે તે રાહતની વાત છે કે 22,80,567 લોકો આ વાયરસથી સ્વસ્થ થયા છે અને સ્વસ્થ થયા પછી તેમના ઘરે ગયા છે. ભારતમાં કોરોનાએ મહારાષ્ટ્રમાં સૌથી વધુ વિનાશ સર્જાયો છે. અહીં 6,71,942 કેસ છે અને 21,995 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 14,492 નવા કેસ નોંધાયા છે અને 297 લોકોનાં મોત નીપજ્યાં છે.