નવી દિલ્હી : તાજેતરમાં ભારતીય ક્રિકેટ ટીમમાંથી નિવૃત્ત થયેલા મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાના દેશને ગૌરવ અપાવવા માટે પોતાના જીવનના 15 વર્ષ ભારતીય ક્રિકેટને આપ્યા પછી પણ દિલ જીતવાનું ચાલુ રાખ્યું છે. ધોની તેના પ્રદર્શન માટે જાણીતો છે, પરંતુ વર્તનની દ્રષ્ટિએ પણ તેનો કોઈ જવાબ નથી. ધોનીએ તાજેતરમાં યુએઈની મુલાકાત દરમિયાન તે બતાવ્યું હતું. જ્યારે તેણે ઇકોનોમી પેસેન્જરને તેના બિઝનેસ ક્લાસની ટિકિટ આપી હતી.
ધોની ખરેખર તેની ટીમ સાથે આઈપીએલ માટે યુએઈ જઈ રહ્યો હતો. આ સમય દરમિયાન, તેમણે જોયું કે જે મુસાફર ઈકોનોમી ક્લાસમાં બેઠો છે તેના પગ લાંબા છે અને તેને બેસવામાં મુશ્કેલી થઇ રહી છે. આવી સ્થિતિમાં તેણે આ મુસાફરને પોતાના બિઝનેસ ક્લાસની ટિકિટ આપી દીધી હતી.
When a man who’s seen it all, done it all in Cricket tells you, “Your legs are too long, sit in my seat (Business Class), I’ll sit in Economy.” The skipper never fails to amaze me. @msdhoni pic.twitter.com/bE3W99I4P6
— George John (@georgejohn1973) August 21, 2020
જ્યોર્જ નામના ટ્વિટર યુઝરે આનો એક વીડિયો અપલોડ કર્યો છે. આ વ્યક્તિ ચેન્નાઈ સુપર કિંગ્સનો સભ્ય હોવાનું લાગતું હતું. વીડિયોમાં પૂર્વ ભારતીય કેપ્ટન સુરેશ રૈના અને ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમના સાથીઓ વાતો કરતા જોવા મળે છે.
ટ્વિટમાં લખ્યું છે કે, “એક વ્યક્તિ જેણે બધું જોયું છે, તેણે ક્રિકેટમાં બધું કર્યું છે, તે તમને કહે કે તમારા પગ ખુબ લાંબા છે તમે મારી સીટ (બિઝનેસ ક્લાસ)માં બેસી જાવ. હું ઈકોનોમીમાં બેસી જઈશ. કેપ્ટ્ન ક્યારેય મને આશ્ચર્યચકિત કર્યા વગર રહેતા નથી.”