જીએસટી કાઉન્સિલે કંપનીઓ માટે કોમ્પ્લાયન્સને સરળ બનાવવા માટે તેમણે જીએસટી લાગુ થયાં બાદ પહેલાં જ બે મહિનામાં સ્વ આકલનના આધારે પોતાનું રીટર્ન ભરવા માટેની મંજૂરી આપી છે. જુલાઈ અને ઓગસ્ટટ માટે જીએસટી રીટર્ન જીએસટી નેટવર્ક પોર્ટલ પર જીએસટીઆર ૩બી ફોર્મ ભરીને પૂરૃ કરી શકાશે.
રીટર્ન ફોર્મ જીએસટીઆર ૩બી ભરવાની સુવિધા પાંચ ઓગસ્ટ સુધીમાં શરૃ કરી દેવામાં આવશે અને જુલાઈમાં બિઝનેસ કરનારી કોઈપણ રજિસ્ટર આવકને રીટર્ન ફાઈલ કરવી પડશે. તેમણે જણાવ્યું કે જીએસટીએને ટેક્સ કલેક્શન માટે રીઝર્વ બેંક દ્વારા અધિકૃત ૨૫ બેંકો સાથે જોડાણ કરવામાં આવ્યું છે. વધુમાં કુમારે જણાવ્યુ કે અમે પ્રાઈવેટ અને સરકારી ક્ષેત્રની તમામ બેંકો સાથે જોડાણ કરેલું છે. પ્રોડક્શન પ્રાઈઝ, સેવા તેમજ વેટ ભરનારા ૭૧.૩૦ લાખથી વધારે કરદાતાઓ જીએસટીએન પોર્ટલ સાથે જોડાઈ ચૂક્યા છે. તો આ સાથે જ ૧૩ લાખ નવા રજિસ્ટ્રેશન પણ થયા .છે. આ કંપનીઓને જુલાઈ માટે અંતિમ જીએસટી રીટર્ન ૧૦ ઓગસ્ટની જગ્યાએ પાંચ સપ્ટેમ્બર સુધી ભરવો પડશે. કંપનીઓને ઓગસ્ટ માટે પોતાના વેચાણની રસીદ ૧૦ ઓગસ્ટની જગ્યાએ પાંચ સપ્ટેમ્બર સુધી આપવી પડશે. સપ્ટેમ્બર માટે વેચાણ રીટર્ન ૧૦ ઓગસ્ટ સુધી ભરવું પડશે.
