બિહારનો સંબંધ ગોટાળાઓ કે કૌભાંડ સાથે જુનો છે. અહીં ફરી એક વખત સરકારી યોજનામાં કૌભાંડ થવાનો ખુલાસો થયો છે. ચોંકાવનારી વાત એ છે કે આ કૌભાંડના ચક્કમાં લોકો પ્રકૃતિના નિયમો પણ ભુલી ગયા છે. એક 65 વર્ષીય મહિલાએ પાછલા 14 મહિનામાં 8 બાળકોને જન્મ આપ્યો છે. મેડિકલ સાઇન્સમાં આ અસંભવ છે પરંતુ નેશનલ હેલ્થમિશને તેને સંભવ કરી બતાવ્યું છે. એ પણ કાગળ પર, જેથી બાળકોના જન્મ લીધા બાદ આપવામાં આવતી પ્રોત્સાહન રકમ ચાઉ કરી જવા મળી શકે.
વચેટીયાઓનું કૌભાંડ
એક ખબર અનુસાર આ મામલો બિહારના મુઝફ્ફરપુર જિલ્લાના મુશહરી જિલ્લાનો છે. નેશનલ હેલ્થ મિશન એટલે કે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન દ્વારા મળતી પ્રોત્સાહન રાશિને હડપી લેવા માટે વચેટીયાઓએ કૌભાંડ કર્યો છે. નેશનલ હેલ્થ મિશન હેઠળ બાળકોને જન્મ આપનાર માતાઓને પ્રોત્સાહન રકમ મળે છે.
બાળકોનો જન્મ બતાવીને ચાઉ કરી જાય છે રૂપિયા
આ કૌભાંડમાં વચેટીયાઓએ કાગળ પર બાળકીઓના નકલી જન્મ બતાવીને પ્રોત્સાહન રકમ લઈ લીધી છે. તેમાં એવી મહિલાઓ છે જે કુદરતી રીતે માતા નથી બની શકતી પરંતુ તેમના દ્વારા બાળકોના જન્મ દર્શાવીને પૈસા ચાઉ કરી જવાનો ખેલ સામે આવ્યો છે.
65 વર્ષીય મહિલાએ ફક્ત 14 મહિનામાં જ 8 બાળકોને જન્મ આપ્યો છે. મિશનના અધિકારી અને બેન્કના સીએસપી આ આધારહીન દસ્તાવેજ પર એક વૃદ્ધ મહિલાને પ્રોત્સાહન રકમ મોકલતા રહ્યા. આ મામલામાં મસુહરી પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્રના પ્રભારી ઉપેન્દ્ર ચૌધરીએ પોલીસમાં ફરિયાદ દાખલ કરી છે.
65 વર્ષીય લીલા દેવીએ 14 મહિનામાં 8 બાળકોને જન્મ આપ્યો
65 વર્ષીય લીલા દેવીએ 14 મહિનામાં 8 બાળકોને જન્મ આપ્યો. દર જન્મ માટે લીલા દેવીને 1400 રૂપિયા તેમના નક્કી કરેલા ખાતામાં મોકલવામાં આવી ચુક્યા છે. એટલું જ નહીં ખાતામાંથી પૈસા પણ ઉપાડી લેવામાં આવ્યા છે.
આ રીતે નેશનલ રૂરલ હેલ્થ મિશનમાં શાંતિ દેવીએ 9 મહિનામાં 5 બાળકીઓને જન્મ આપ્યો છે. સોનિયા દેવીએ પાંચ મહિનામાં 4 બાળકીઓને જન્મ આપ્યો છે. જ્યારે આ વિશે મહિલાઓ સાથે વાત કરવામાં આવી તો તે ગભરાઈ ગઈ. તેમણે આ વાતોને નકારી કાઢી અને કહ્યું કે તેમણે બાળકને જન્મ આપ્યો એ વાતને તો ઘણા વર્ષો વિતી ગયા છે.ડિસ્ટ્રિક્ટ મજીસ્ટ્રેટના આદેશ પર આ મામલાની હાઈ લેવલ તપાસ શરૂ થઈ ચુકી છે. એડીએમ રાજેશ કુમારના નેતૃત્વ વાળી તપાસ સમિતિને જાણવા મળ્યું કે પહેલી નજરમાં ઘોટાળાના આરોપ સાચા લાગે છે. વિસ્તારથી તપાસ થઈ રહી છે. જે પણ દોષિત હશે તેની વિરુધ્ધ કાર્યવાહી થશે અને સજા પણ મળશે.